________________ (278) ગદષ્ટિસમુચ્ચય અત્યંત ચિત્તપ્રસન્નતાથી પ્રવર્તે છે. અને જેમ પાણીનું પૂર રોકયું રકાતું નથી, તેમ સમ્યગદષ્ટિને આ સસાધન પ્રત્યેને અત્યંત વેગ-સંવેગ-અદમ્ય ઉત્સાહ રેક્યો રોકાતો નથી. " यथा सम्यक्त्वभावस्य संवेगो लक्षणं गुणः / स चोपलक्ष्यते भक्तिवात्सल्येनाऽथवाहताम् // મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીકૃત પંચાધ્યાયી. કારણથી કારજ હવે, એ શ્રી જિન મુખ વાણજિનવર ! પુષ્ટ હેતુ મુજ સિદ્ધિના, જાણ કીધ પ્રમાણ...જિનવર !”—શ્રી દેવચંદ્રજી. જિનસે ભાવ વિના કબૂ , નહિં છૂટત દુઃખદાવ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. આમ વેદસંવેદ્ય પદના પ્રતાપે, ઉપરોક્ત ત્રણે અર્થમાં સંવેગની પ્રાપ્તિ હોય છે. એટલે આ સમ્યગદષ્ટિ મુમુક્ષુ આત્માથી જીવ અત્યંત સંવેગથી–અત્યંત અત્યંત વેગથી સંસારથી દૂર ભાગે છે, અત્યંત સંવેગથી મોક્ષ પ્રત્યે દોડે છે, અત્યંત સંવેગથી–પરમોલ્લાસથી -પરમ ભક્તિરાગથી જિનભક્તિ આદિ એક્ષસાધનને આરાધે છે. અને આમ વેધસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ હોવાથી, તથા સંવેગાતિશય ઉપ હોવાથી, ઉપરમાં કહી તે તખ્તલોહપદન્યાસ જેવી પાપપ્રવૃત્તિ કદાચ હોય તે હોય; અને તે પણ ચરમ-એટલે છેલ્લી જ, છેવટની જ હોય છે, હવે પછી ભવિષ્યમાં કોઈ કાળે તેનાથી તેવી પાપપ્રવૃત્તિ ફરીથી થવી સંભવતી નથી. આ પાપ પ્રવૃત્તિ છેલ્લી જ કહી, તેનું કારણ એ છે કે ત્યાર પછી પુનઃ કદી પણ દુર્ગતિને-માઠી ગતિને તે સમ્યગૃષ્ટિ પુરુષને વેગ થવાનું નથી. અત્રે શ્રીમાન શ્રેણિક રાજાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. તે મહાનુભાવ મહાત્માને ક્ષાયિક પુનઃદુર્ગતિ સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું, છતાં પૂર્વ કર્મ પ્રયોગથી-પ્રારબ્ધવશે કરીને અગ તેમની છેલ્લી: પાપપ્રવૃત્તિ હતી, વ્રતપચ્ચખાણ આદિ તે ગ્રહી શક્તા હતા, અવિરતિ સમ્યગદષ્ટિ હતા, અને જો કે સમ્યગદર્શન પૂર્વે બાંધેલા આયુકર્મના પ્રભાવે તેમને નરકગતિની પ્રાપ્તિ થઈ છે, તો પણ તે છેવટની જ છે. તે પછી તે તે આગામી વીશીમાં મહાપા નામના તીર્થંકર થવાના છે. આ અપૂર્વ મહિમા વેધસધ પદરૂપ-સ્વસંવેદનરૂપ સમ્યગદર્શનને છે. પરમ સત્કવિવર શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાયું છે કે - “વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કેઈને; મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લે. જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભળે સાંભળે.’