________________
દીપ્રાદષ્ટિઃ કુતકને છેવટને જવાબ “સ્વભાવ'
(૩૩૭) સ્વભાવ આવી ઉભું રહે છેવટને જ જવાબ; કુતર્ક એ હેય એ, એવી એહની છાપ, એ સ્વભાવ પણ તરવથી, છદ્મસ્થાચર નોય; કારણ ન્યાયથી અન્યથા, અન્યથી કલ્પિત હોય, ૯૨,
અર્થ :–સ્વભાવ જ જ્યાં છેવટનો જવાબ છે એવો આ કુતર્ક છે; અને આ સ્વભાવ પણ તત્ત્વથી અગદષ્ટિવાળાને-છદ્મસ્થને ગોચર હેત નથી, કારણ કે ન્યાયથી એ બીજાથી બીજા પ્રકારે કપવામાં આવે છે.
વિવેચન
આ જે કુતક કહ્યો, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે–આ કુતર્ક એવો હોય છે કે તેમાં છેવટનો જવાબ “સ્વભાવ હોય છે. જ્યારે બીજી કઈ પણ દલીલ કે યુક્તિ ન ચાલે, ત્યારે છેલ્લે એમ કહેવાય કે આ તે આ વસ્તુને સ્વભાવ છે. કહ્યું છે કેવતુસ્ત્રમાણ્વત્તાં વાળે” “વસ્તુસ્વભાવથી ઉત્તર કહેવો.’ આમ અગ્નિ બાળે છે–દઝાડે છે, પાણી ભીંજાવે છે, કારણ કે એવો એને સ્વભાવ છે.
અને તે સ્વભાવ પણ તત્વથી–પરમાર્થથી અર્વાદષ્ટિને એટલે કે છદ્મસ્થને ગોચર નથી. અમુક વસ્તુને સ્વભાવ શું છે? તે તત્વથી જાણવું એ છદ્મસ્થને એટલે કે જ્ઞાના
વરણવંતનો વિષય નથી. જેને સંપૂર્ણ છજ્ઞાનાવરણ ટળ્યું નથી, તે છઘસ્થની તે જાણી શકવાને સમર્થ નથી. શાથી? પર દર્શનીઓને પ્રસિદ્ધ એવા અન્યથા કલપના ન્યાયથી. કેવા પ્રકારે ? તે કે-અન્ય વાદીથી તે અન્યથા-બીજા જ પ્રકારે
કલ્પવામાં આવે છે. કોઈ અમુક પ્રકારે વસ્તુસ્વભાવની કલ્પના કરે, તે
તે માટે કહ્યું-અન્યથા–અન્યથા, પ્રકારાન્તરથી જુદા જ પ્રકારે, અન્યન-અન્યથી, બીજા વાદીથી, પિત્ત-કલ્પિત હેઈ, કલ્પવામાં આવેલ હાઈ. દાખલા તરીકે-“વરતવમાāરત્તાં વાચં વસ્તુ સ્વભાવ પરથી ઉત્તર કહેવો, એમ સર્વત્ર જ તથા પ્રકારે તેની તેની સિદ્ધિમાં કહી શકાય છે. કેવા પ્રકારે -જેના વડે તેને અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તેના વડે તે અર્થીક્રિયા કરે છે, નહિં કે ક્ષણિ તાથી. કારણ કે તેને ( અર્થરિયાન) સર્વ ભાવોમાં જ સ્વીકાર છે તેટલા માટે. કારણ કે ગમે ત્યાંથી તેના અર્થ ક્રિયાભાવના પ્રસંગથી તેના કારણને અવિશેષ હોય છે, તફાવત હોતી નથી, તેથી.
આમ અગ્નિ, જલની સંનિધિમાં (નિકટ હોજરીમાં) ભીંજવે છે,-તથા પ્રકારના સ્વભાવપણાને લીધે. તથા જલ અનિની સંનિધિમાં દહે છે,–તથા પ્રકારના સ્વભાવપણાને લીધે જ-સ્વભાવના વૈચિયથીવિચિત્રપણાને લીધે. તેમાં પણ લેકબાધા શિવાય વળી બીજે સ્વભાવ હોય છે, દૃષ્ટાંતમાત્રનું સર્વત્ર સુલભપણું હેય છે. તેથી એમ કુતર્ક અસમંજસકારી (અયુક્ત) છે. એમ અદંપર્ય છે, આ કહેવાનું તાત્પર્ય છે.