Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમાદષ્ટિ : દષ્ટાંતપ્રધાન કુતકના ચુંથણ :
(૩૪૧) કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લોઢાને ખેચે છે, નજીક હોય તે નહિ; સંનિકૃષ્ટ-નિકટ લેઢાને જ ખેંચે છે, તાંબા વગેરેને નહિં; લોઢાને બેચે જ છે, કાપતો નથી. કારણ કે લેહચુંબકને તે જ સ્વભાવ છે.
તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથા સ્વભાવનું ક૯૫ન કેનાથી બધી શકાય વારુ? કેઈથી નહિ, એમ ભાવવા ગ્ય છે. ગમે તે સ્વભાવ કુયુક્તિથી ને દષ્ટાંતબલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુંથણું કરવામાં કાંઈ સાર નથી, કંઇ માલ નથી. તવંગવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતકને નવ ગજના નમસ્કાર જ કરવા ગ્ય છે. !
ઉપસંહાર કરતાં કહે છે –
दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥ ९५ ।। એમ દષ્ટાંતમાત્ર અહીં, સર્વત્ર સુલભ જોય; તપ્રધાન આ કેણથી, નીતિથી બાધિત હોય? ૯૫
અર્થ –આમ પૃથ્વીમાં સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દષ્ટાંતપ્રધાન એ આ કુતર્ક કેનાથી પોતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વારુ?
વિવેચન આમ ઉપરમાં જે કહ્યું તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સર્વ કઈ સ્થળે સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે, કઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેક-પ્રતીતિથી બાધિત એવું, દષ્ટાંત
મેળવવું સહેલું છે. પોતાના સાધ્યને અનુકૂળ-બંધબેસ્તુ એવું દૃષ્ટાંત દષ્ટાંતપ્રધાન મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેકને પ્રતીત ન થાય એવું, કુતક માન્યામાં ન આવી શકે એવું હેય ! ગમે તેમ મારી મચડીને, તાણે
ખેંચીને, પોતાની માન્યતાની ડાબલી બંધ બેસાડવા ખાતર ઊભું કરેલું હોય ! માટે આવું દૃષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દૃષ્ટાંત પર જ જેને બધે મદાર છે, આવા દષ્ટાંતના પોલા થાંભલા પર જ જેની હવાઈ ઇમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કે પિતાની નીતિથી વારી શકે ? કોણ બાધિત કરી શકે વારુ ? કઈ નહિં.
કૃત્તિઃ-giતમાä-દષ્ટાંતમાત્ર, સાધ્ય વસ્તુમાં, લેક-પ્રતીતિથી બાધિત એવું, સત્ર-સર્વત્ર અવિશેષથી વ૫-કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતૌ-પૃથ્વીમાં છે. આંતરપ્રયાનાડચ-એ દષ્ટાંતપ્રધાન આ કુત, નાતે-કોનાથી દૂર કરાય-બાધિત થાય? કેઈનાથી નીતિના વિરોધને લીધે, એમ અર્થ છે.