________________
(૩૩૮)
ગદષ્ટિસમુચ્ચય વળી બીજે વાદી પ્રકારતરથી–જુદા જ પ્રકારથી તેની કલ્પના કરે છે. આમ જેનું જ્ઞાનાવરણ ટળ્યું નથી એવા છદ્મસ્થનું જ્ઞાન કલ્પનારૂપ (Imaginary) હોવાથી, છસ્થાની ચિત્રવિચિત્ર કલ્પનાને મેળ ખાતે નથી ! ને “મુંડે મુંડે મતિર્મિન્ના' “મગજે મગજે જુદી મતિ’ જેવું થાય છે! એક કલ્પના કરશે ઉત્તરની, તો બીજે કરશે દક્ષિણની ! Diametrically Opposite ! છદ્મસ્થને પ્રત્યક્ષ જ્ઞાન તે છે નહિં, એટલે તેને બધે આધાર વિકલ્પરૂપ કલ્પના ઉપર રાખવો પડે છે, અને કલ્પિત જ્ઞાનથી અનેક કલ્પિત કલ્પનાતરંગે ઊઠયા કરે છે; કારણ કે “વસ્તુસ્વભાવો ઉપરથી ઉત્તર કહેવો,' એ સૂત્ર પ્રમાણે સર્વત્ર જ તેવા પ્રકારે તેની સિદ્ધિ કહી શકાય છે. તે આ પ્રકારે–જેના વડે કરીને તેને અર્થ ક્રિયા કરવાને સ્વભાવ છે, તેના વડે તે અર્થયિા કરે છે,-નહિં કે ક્ષણિકતાથી. અને કોઈ પણ અર્થ ક્રિયા તેવા પ્રકારના તે વસ્તુના સ્વભાવથી થાય છે. આ અWક્રિયાને સર્વ ભાવોમાં જ સ્વીકાર કરાય છે, અને ગમે ત્યાંથી તેવી અર્થ ક્રિયાને પ્રસંગ ઉભું કરી શકાય છે, કારણ કે તેના કારણમાં કઈ તફાવત નથી.
આમ કઈ કહેશે કે અગ્નિ, પાણીની નિકટ હાજરીમાં, ભીજાવે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે! તથા પાણી, અગ્નિની નિકટ હાજરીમાં, બાળે છે–દઝાડે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે ! અથવા તે સ્વભાવનું વિચિત્રપણું હેવાથી, લેકબાધા ન ઉપજે એવા બીજા પ્રકારના પણ તથાસ્વભાવપણાની વિચિત્ર કલ્પના કરી શકાય છે! કારણ કે તેવા તેવા સ્વભાવને પુષ્ટ કરે એવા દષ્ટાંત માત્રનું સર્વત્ર સુલભપણું હોય છે! ગમે ત્યાંથી તેવું અનુકૂળ દૃષ્ટાંત મેળવવું હેલું છે !
આવા પ્રકારે કુતર્ક કરનાર પિતાના મંતવ્યની–પિતાની કલ્પનાની સિદ્ધિ માટે હંમેશાં વસ્તુસ્વભાવનો આશ્રય લે છે, અને આ વસ્તુસ્વભાવ છે એમ છેવટને જવાબ
આપી સામા માણસને નિરુત્તર કરવાને-મુખ બંધ કરવાનો પ્રયાસ દૃષ્ટાંતનો કરે છે ! અને ચેન ન કરે-ગમે તે પ્રકારથી કયાંયથી પણ તેને તોટો નથી પોતાની કલપનાને અનુકૂળ એવો સ્વભાવ મળી પણ આવે છે ! કારણ
કે સ્વભાવનું વિચિત્રપણું હોય છે, અને તેને બંધબેસતું દષ્ટાંત મેળવવું પણ બધેય સુલભ હોય છે! તે મેળવતાં ઝાઝી તકલીફ પડતી નથી ! દાખલા તરીકેઅગ્નિ તે મૂળ ઉષ્ણસ્વભાવી હેઈ દઝાડનાર છે એમ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયાસ કરશે કે જુઓ! અગ્નિને સ્વભાવ પાણીની હાજરીમાં ભીંજાવવાનો છે, કારણ કે ઉલ્લું પાણી ભીંજાવે પણ છે ! તેમજ પાણીને મૂળ સ્વભાવ, શીતલ હોઈ ભીજાવવાને છે, છતાં કુતર્ક કરનાર એવી દલીલ કરશે કે-પાણીને સ્વભાવ, અગ્નિની હાજરીમાં દઝાડવાને છે, કારણ કે ઉડું પાણી દઝાડે છે ! એ પ્રત્યક્ષ અનુભવ છે. કારણ કે તે તેને સ્વભાવ છે. આ રીતે વસ્તુસ્વભાવના ઓઠા હેઠળ કુતર્ક કરનાર મારી મચડીને પિતાને મનફાવતે અર્થ બંધ બેસાડે છે ! આમ દષ્ટાંતને તોટો નથી ને