Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ગદષ્ટિસમુચ્ચય આ આત્મસંવેદન સર્વ ભાવગીને સામાન્ય ( Common) છે. એટલે કે અવિકલ્પ જ્ઞાનવડે (દશનવડે) ગ્રાહ્ય એવી વિદ્ય વસ્તુનું આ સામાન્ય દર્શન સર્વ ભાવગીને હોય છે, અને તેઓને આ વેદ્ય વરતુ પોતપોતાના ક્ષપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દર્શન જે થયું તેનું સમ્યગ દર્શન-શ્રદ્ધાન-આત્મસંવેદન– અનુભવન–સંપ્રતીતિ તે તે સર્વને સામાન્ય છે. અર્થાત્ જે કઈ ભાવગી છે, તેને આ સમ્યગદર્શનરૂપ વેદ્યસંવેદ્ય પદ હોય છે અને જેને આ સમ્યગદર્શનરૂપ વેધસંવેદ્ય પદ છે, તે જ ભાવગી છે. સમ્યગૃષ્ટિ પુરુષ એ જ ભાવગી છે. આ ઉપરથી પરમ પરમાર્થભૂત તાત્પર્ય એ નિકળે છે કે બાધબીજભૂત-મૂળભૂત આત્મસંવેદનવાળું, આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હોય, તો ત્યાં વેદ્યસંવેદ્ય પદ છે. પણ તે બીજભૂત જ્ઞાન વિનાનું-આત્મસંવેદન વિનાનું બીજું બધુંય મૂળ વસ્તુનું ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હોય, તે ત્યાં વેદ્યસંવેદ્ય પદ નથી. એટલા બીજભૂત જ્ઞાન માટે જ સ્વ-પર ભેદવિજ્ઞાનરૂપ મૂળ બીજભૂત આવશ્યક તત્વમય જ્ઞાન જેને હતું, પણ બીજુ કાંઈ પણ જ્ઞાન જેને હતું, એવા “તુષમાષ” જેવા અતિ મંદ ક્ષપશમી પણ તરી ગયા છે; અને ચૌદ પૂર્વ કંઈક ઊણું જાણનારા અતિમહા ક્ષપશમી શાસ્ત્રપારંગત પણ રખડ્યા છે, તેનું કારણ આ બીજભૂત સંવેદન જ્ઞાન હતું એ છે. તેમણે સર્વ શાસ્ત્ર જાણ્યા, પણ મૂળ બીજભૂત જે આ વેદ્યસંવેદ્ય પદ તે ફરહ્યું નહિં, આ જીવ અને આ દેહ એવો સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યો નહિં, તેથી તેમ થયું. આમ મૂળ બીજભૂત જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસંવેદ્ય પદના સદ્દભાવે ડું જઘન્ય જ્ઞાન પણ શીધ્ર મહાકલ્યાણકારી થાય છે, અને તેને અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવું કલ્યાણકારી થતું નથી. આ વેદ્યસંવેદ્ય પદનો-સમ્યગ દર્શનને અતિ અતિ અદ્ભુત મહિમા બતાવે છે. આ અંગે અતિ અદ્દભુત ચમત્કારિક રહસ્યમય સમાધાન શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશિત કર્યું છે - બીજુ પ્રશ્ન. ચૌદ પૂર્વધારી કંઈ જ્ઞાને ઊણુ એવા અનંત નિગોદમાં લાભે અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ?–એને ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છું કે એ જઘન્ય જ્ઞાન બીજુ અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મેક્ષના બીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુનાં જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લહયાર્થીનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બેધ્યું છે તે વસ્તુ ન મળી તો પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણું ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશ ઊણું કહેવાથી