________________
(૩૧૬)
યોગદષ્ટિસમુરચય ધર્મબીજરૂપ મનુષ્યપણું સાંપડયું હોય, તેને સતકમોગ વડે કરીને કર્મક્ષેત્રરૂ૫ રેગ્ય ભૂમિમાં વાગ્યું હોય, તે તેમાંથી અનંત કલ્યાણપરંપરાને અનુબંધ થયા જ કરે છે. આ ધમક્ષેત્રરૂપ કુરક્ષેત્રમાં-કર્મક્ષેત્રમાં શુભવૃત્તિરૂપ પાંડે અને અશુભ વૃત્તિરૂપ કૌરનું સનાતન યુદ્ધ ચાલ્યા કરે છે. તેમાં સકર્મયોગરૂપ સત્ય પુરુષાર્થથીઆત્મપરાક્રમથી જ્યારે અસદ્ વૃત્તિઓને દબાવી દઈ સવૃત્તિઓ વિજયી બને છે, ત્યારે પરમાર્થથી ધર્મબીજની ખેતી શરૂ થાય છે એમ સમજવું, અને પછી ઉત્તરોત્તર કલ્યાણની શ્રેણી પ્રાપ્ત થયા કરે છે. તે - અત્રે “કર્મભૂમિ' એમ જે શબ્દ ભરતાદિ ક્ષેત્રને માટે છે, તે ઘણે અર્થસૂચક છે, અને તે એમ સૂચવે છે કે-જેમ કર્મભૂમિમાં ધાન્ય આદિની ખેતી કરવી
પડે છે, બીજને વાવી તેનું પરિપેષણ કરી તેની વૃદ્ધિ કરવી પડે છે, કર્મભૂમિ પામી તેમ તે મનુષ્ય ! તમે પણ આ કર્મભૂમિમાં જન્મ્યા છે, તે સત્કર્મ કર્મચગી રૂ૫ પુરુષાર્થમાં પ્રયત્ન કરે ! પ્રયત્ન કરે ! સત્કર્મગ સાધી સાચા થાઓ! કમલેગી બને ! આ ઉત્તમ ધર્મબીજરૂપ મનુષ્યપણને વાવી સત્
કર્મરૂપ ખેતી કરે, સદ્ધર્મ આરાધનારૂપ જલસિંચનવડે તેનું પરિપષણ કરી વૃદ્ધિ પમાડે-જેથી કરીને તે ધર્મ બીજ ઊગી નીકળી, ફાલીફૂલી અનંતગણું ફળ પરિપાક આપશે.
જો ઇચછ પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માથ.”
શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અહે મનુષ્ય ! નિજ સ્વરૂપનું સાધ્યપણું લક્ષમાં રાખી જે તમે પંચ મહાવ્રતરૂપ ધાન્યની ખેતી કરશે, તે ક્ષાયિક દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણરૂપધાન્ય નિષ્પન્ન થઈ આત્માના ઘરને ભરી દેશે, અને પછી તમારા આત્મપ્રદેશમાં પરમાનંદ રૂપ સુભિક્ષ–સુકાળ વર્તશે, એટલે તમે સાદિ અનંતકાલ આત્મસુખ ભેગવશે. આમ આ કર્મભૂમિ જાણે આ કર્મભૂમિના મનુષ્યને સંદેશ આપી રહી છે ! પંચ મહાવ્રત ધાન્ય તણું કર્ષણ વધ્યા રે, સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; ક્ષાયિક દરિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, આદિક બહુ ગુણ સસ્ય, આતમ ઘર નીપજ્યા રે. પ્રભુદરિસણ મહામહ તેણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા મુજ દેશમેં રે; દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરે રે, સાદિ અનંત કાળ આતમ સુખ અનુસરે રે
શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉમે ?શ્રી દેવચંદ્રજી. + “धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सत्रः । मामकाः पाण्डवाश्चव किमकुर्वत संजय ॥"
શ્રી ભગવદ્ ગીતા, ૧-૧