Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રાપ્તિ : શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત
(૩૩૧)
નથી,—ઘાણીના ખેલની જેમ.' આંખે પાટા બાંધેલા ઘાણીને ખેલ આખા વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલ્યે! તેનુ' તેને ભાન નથી હાતુ; તેમ પાતપેાતાના પક્ષના અક્ષિનિવેશથી અંધ થયેલા વાદીએ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં ખેાલાઇ રહેલા તત્ત્વને તે તેઓ પામતા નથી !
“ ત વિચારે રે વાદપરપરા રે, પાર ન પ્હોંચે કેાય;
અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.
....પથડા નિહાળુ` રે ખીજા જિતા. ''—શ્રી આનદઘનજી
એટલા માટે મુમુક્ષુ જીવે કુતમાં ખીલકુલ અભિનિવેશ કરવા ચે।ગ્ય નથી. પણ
આ મહાત્મા મુમુક્ષુઓને જો કયાંય પણ અભિનિવેશ કરવા યાગ્ય હાય, તે તે શ્રુતમાંસદાગમમાં કરવા ચેાગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાં– શીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કરવો ચૈાગ્ય છે, અને ધ્યાનના લરૂપ સમાધિમાં કરવા અભિનિવેશ ચેાગ્ય છે. કારણ કે શ્રુત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરવા એટલે કે 'તઃપ્રવેશ કરવા, દૃઢ આગ્રહ ધરવા, દૃઢતાથી વળગી રહેવુ', મજબૂત પકડ કરવી, એ આત્માર્થી મુમુક્ષુને હિતાવહ હાઇ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હાઈ સર્વત્ર વર્જ્ય જ-ત્યાગવા યાગ્ય જ છે; તેા પણુ અત્રે જે શ્રુત આદિમાં અભિનિવેશ કહ્યો, તે કદાત્રડુના અમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થાંમાં છે; અત્રે અભિનિવેશ એટલે અત્યંત અતઃપ્રવેશ એમ અ ઘટે છે. આમ શ્રતમાં અભિનિવેશ કરવો એટલે શ્રુતને દૃઢ ભક્તિથી આરાધવું, શ્રુત સાગરમાં ઊડો પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરવેા એટલે શીલને-શુદ્ધ ચારિત્રને દૃઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવુ, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરવા એટલે દૃઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષેાભ રહેવું, ધાર× પરીષહ કે ઉપસ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જો,’—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી.
"
આમ પ્રશસ્ત અમાં-શ્રુત, શીલ ને સમાધિની દૃઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રુત-શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરવા તે મુમુક્ષુને સર્વથા યાગ્ય છે; કારણ કે તે શ્રુત–શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મેાક્ષરૂપ ઇષ્ટ પ્રયેાજનની સિદ્ધિના ઉત્તમ સાધન છે, માટે તેની દૃઢ લગનીરૂપ આરાધના કરવી, રઢ લગાડીને તેની પાછળ મડી પડવુ, તેમાં અભિનિવેશ—અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત ચાગ્ય છે.
× જીએ શ્રીમદ્ રાજચદ્રીકૃત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય.