Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૩૨)
ગદષ્ટિસમુરચય बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ॥८९ ।। આનું બીજ સહુ ગિને, સિદ્ધ અવંધ્ય પ્રધાન;
પરોપકાર પરિશુદ્ધ જે, એથી એહ આ સ્થાન, ૮૯ અર્થ—અને આ કૃત આદિનું બીજ, પરમ એવું સર્વ યોગીઓને સિદ્ધ અવધ્યઅચૂક ફલ દેનારું પરિશુદ્ધ પરાર્થકરણ (પરોપકાર ) છે, એટલા માટે અત્રે પણ અભિનિવેશ કરવો યુક્ત છે.
વિવેચન પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.”–શ્રીમદ્ રાજચંદ્રજી
અને આ ઉપરમાં જે અભિનિવેશ કરવા ગ્ય-લગની લગાડવા યોગ્ય, એવા શ્રુત, શીલ ને સમાધિ કહ્યા, તેનું પણ સર્વ યેગીઓને સિદ્ધ થયેલું-પ્રતિષ્ઠિત થયેલું પરમ
કારણ શું છે? તે અહીં પ્રગટ કર્યું છે -એ શ્રુતાદિનું પણ પરમ
બીજરૂપ પ્રધાન કારણ પરાર્થકરણ છે, એટલે કે પર પ્રયોજનના પરોપકારમાં નિષ્પાદનરૂપ પરોપકાર છે. એમ કુલગી વગેરે સર્વ યેગીઓએ અભિનિવેશ સંમત કરેલું છે, પ્રતિષ્ઠિત કરેલું છે. અને આ પરોપકારરૂપ બીજ
શ્રુતાદિની પ્રાપ્તિરૂપ અમેઘ-અચૂક ફલ આપનારું છે. આ પરોપકાર
કાર્યમાં અન્ય કોઈને ઉપઘાત ન થવો જોઈએ, બીજા કેઈને બાધા ન ઉપજવી જોઈએ, એવું તે સર્વથા પરિશુદ્ધ હોવું જોઈએ. આવા પરિશુદ્ધ પરોપકારમાં અભિનિવેશ કરવો, લગની લગાડવી, તે મુમુક્ષુ મહાત્માઓને યુક્ત છે, કારણ કે આ પરોપકાર શ્રેતાદિ કારણનું પણ કારણ છે. એટલા માટે મુમુક્ષુએ પોપકારી થવું, પરેપકાર કાર્યના વ્યસની થવું, એમ સત્પુરુષને ઉપદેશ છે. શ્રી વ્યાસજીએ ભાગવતમાં કહ્યું છે કે –“રે પાર પુષ્કાય વાવાય પાપીરનમ્ !'
એટલે મેક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પિતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ કૃત્તિ-વીનં રા–અને આનું-શ્રતાદિનું બીજ, પરં સિદ્ગ-પરમ સિદ્ધ, પ્રધાન પ્રતિષ્ઠિત, અવરબ્ધ-અવંધ્ય, નિયત ફલદાયી, ચક્કસ ફલ આપનારું, સર્વનામ-સર્વયોગીઓને, કલયોગી પ્રમુખ સર્વ યોગીઓને. તે શું ? તે માટે કહ્યું-પાર્થ –પરાર્થકરણ, પરપ્રજનનું નિષ્પાદન, (પરોપકાર) શેર-જેથી, જે કારણથી, પશુ-પરિશુદ્ધ, અન્યના અનુપઘાતથી, બીજાને ઉપધાત નહિં કરવા થકી, તો-આથી, આ કારણ થકી, સત્ર ૨-અત્રે પણ, આ પરાર્થકરણમાં ( પપકારમાં) પણ અભિનિવેશ યુક્ત છે.