________________
દીમાદષ્ટિ ધર્મભૂમિમાં ધર્મબીજની સતકર્મ ખેતી
(૩૧૫) જે અનાર્ય ક્ષેત્રભૂમિમાં જન્મવું થયું હોય, તે તે મનુષ્યપણું પણ અફળ જાય છે, કારણ કે એવી અનાર્ય ભૂમિમાં ધર્મ સંસ્કારનું દુર્લભપણું છે, ઉલટું ત્યાં તે ધર્મસંસ્કાર હોય તોપણ ચાલ્યા જવાનો સંભવ છે, માટે ધર્મની પ્રાપ્તિમાં આર્યક્ષેત્રની પણ તેટલી જ આવશ્યકતા છે. “ આર્ય' એટલે સર્વ હેય–ત્યાગવા યોગ્ય ધર્મોથી જે જલ્દી દૂરથી ચાલ્યા ગયેલા છે, તે માનનીય જન. હિંસા-ચેરી–પરદા રાગમન વગેરે અનાર્ય કાર્ય જે આચરતા નથી, અને ખાદ્યાખાદ્ય, પૈયાપેય, ગમ્યાગમ્ય વગેરે વિવેક જે કરે છે, એવા સંસ્કારી આર્ય સજજન જ્યાં વસે છે તે આયક્ષેત્ર છે. આર્ય છ પ્રકારના છે-ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કુલ આર્ય, કર્મ આર્ય, શિ૯૫ આર્ય અને ભાષા આય. પંદર કર્મભૂમિમાં જન્મેલા તે ક્ષેત્ર આર્ય છે, ઇત્યાદિ.
દેવકુરુ *, ઉત્તરકુરુને બાદ કરી, પાંચ ભરત, પાંચ અરવત ને પાંચ વિદેહ-એ પંદર કર્મભૂમિ કહેવાય છે, કારણ કે સંસાર દુર્ગને અંત કરનારા સમ્યગદર્શન જ્ઞાન-ચારિત્રરૂપ મેક્ષમાર્ગના જ્ઞાતા, કર્તા ને ઉપદેશ એવા ભગવાન પરમર્ષિ તીર્થ કરે અત્રે ઉપજે છે. અત્રે જ જન્મેલા સિદ્ધ થાય છે, અન્યત્ર નહિં. એટલા માટે મેક્ષાર્થ કમની જે સિદ્ધિભૂમિઓ છે, તે કર્મભૂમિ છે. જ્યાં મોક્ષ માટે પુરુષાર્થ કર્મવેગ સફળ થાય છે-સિદ્ધ થાય છે, તેને કર્મભૂમિ નામ બરાબર ઘટે છે.
પણ આવું પ્રધાન ધર્મબીજરૂપ ઉત્તમ મનુષ્યપણું મળ્યું હોય, અને ભરતક્ષેત્રાદિ કર્મભૂમિરૂપ આર્યક્ષેત્ર પણ સાંપડયું હોય, છતાં એ ધર્મ બીજને વાવી, ઊગાડી, તેમાંથી સત્કર્મરૂપ ખેતી ન કરે, તેને ખેડવાનો પ્રયત્ન ન કરે, તે શું કામનું ? તેવા મનુષ્ય તે ખચિત અલ્પમતિવાળા કહેવા ગ્ય છે, કારણ કે તે તેવું ઉત્તમ મનુષ્યપણું હારી જાય છે, તેને વેગ પામી આત્માર્થ– આત્મકલ્યાણ સાધતા નથી, પોતાનું કામ કાઢી લેતા નથી.
કેઈ બીજ હોય, તેને યોગ્ય ભૂમિમાં જે વાવવામાં ન આવે, ઊગાડવામાં ન આવે, ને તેને નકામું પડયું રહેવા દેવામાં આવે, તે તે પડઘું પડયું સડી જાય ને નાશ પામે.
પણ જે તેને સુગ્ય ભૂમિમાં વાવ્યું હોય, તે તે એક બીજમાંથી બીજમાંથી લાખો, કરોડ, અબજો, અસંખ્ય, અનંત બીજ ઊગી નીકળે. દાખલા વૃક્ષ તરીકે–વડનું એક નાનું સરખું બીજ વાવ્યું હોય, તેમાંથી મોટું
વટવૃક્ષ ફાલીલી નીકળે છે. તે વટવૃક્ષમાં અનંત બીજ હોય છે, તે પ્રત્યેકમાંથી પાછા અનંત બીજ નીપજે છે. એમ અનંત પરંપરા ચાલ્યા જ કરે છે. તેમ
* * બાપાત્રાતઃ સાધો રૂત્તિ બા: – શ્રી શીલાંકાચાર્યકુત સૂયગડાંગ ટીકા. “મરતૈયતવાર શર્ષમૂમચોડચત્ર રેવન્યુત્તરવું: ” શ્રી તત્વાર્થસૂત્ર