Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૩૧૪)
યોગદષ્ટિસમુચય ગણુએ છીએ, ને તેની મૂર્ખતા પર હસીએ છીએ. તે પછી આ તો અમૂલ્ય ચિન્તામણિ રત્ન કરતાં પણ અધિક એવા આત્મામાં પાપ ધૂલ નાંખી તેને મલિન કરે, તે તે કેટલી બધી મૂર્ખતાનું કામ ગણવું જોઈએ? ખરેખર ! વિષયાસક્તિથી પાયધૂલિ આત્મામાં નાંખનારા મહમૂઢ ભવાભિનંદી જી મૂર્ખ, દિવાના, પાગલ જ છે, ગાંડાની ઇસ્પિતાલને લાયક મનુષ્ય જ છે. કારણ કે તેઓ મહમદિરાથી મસ્ત થઈ ઉન્મત્ત બન્યા છે !
“વવા મોમીનમાં જ અતિમુનીમૂi નાર –ભર્તુહરિ.
દાખલા તરીકે –
धर्मबीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३ ॥ કર્મ ભૂમિમાં લહ પરમ, ધર્મ બીજ નર જન્મ;
તસ સત કર્મ કૃષિ વિષે, મંદ કરે ન પ્રયત્ન. ૮૩, અર્થ –કર્મભૂમિમાં પરમ ધમ બીજરૂપ મનુષ્યપણું પામીને, એની સત્કર્મરૂપ કૃષિમાં (ખેતીમાં) અલ્પ મતિવાળાઓ પ્રયત્ન કરતા નથી.
વિવેચન “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તે અરે! ભવચક્રનો ટનહિ એકે ટળે.”–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત મોક્ષમાળા
કર્મભૂમિમાં ધર્મબીજની સત્ કર્મ ખેતી. ધર્મની પ્રાપ્તિમાં બીજરૂપ પ્રધાન કારણુ-પરમ ધર્મબીજ મનુષ્યપણું છે. બીજ હોય તે જ અંકુર ફૂટવાનો સંભવ છે, કારણ કે મનુષ્યપણું હોય તે જ બીજા આનુ. પંગિક કારણેને જેગ બની શકે છે, અને મનુષ્યપણામાં જ પૂર્ણ સદવિવેકને ઉદય થઈ મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે,–બીજા કેઈ દેહથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલા માટે આ માનવ દેહ સર્વથી ઉત્તમ છે. જ્ઞાનીઓ કહે છે કે ઘણા ઘણા પુણ્યને પુંજ ભેગે થાય-માટે પુણ્યશશિ એકઠો થાય, ત્યારે આ મનખો અવતાર મળે છે, આ માનવદેહ પરમ દુર્લભ છે. આવું મનુષ્યપણું પણ પુણ્ય જેગે મળ્યું હોય, પણ
વૃત્તિ –ધર્મી ધર્મબીજ, ધર્મ કારણ. પરં–પર, પ્રધાન, -પ્રાપ્ત કરી, તે કર્યું? તે કેનાગુચ-મનુષ્યપણું. ક્યાં ? તો કે મુમg-ભરત આદિ કર્મભૂમિમાં. શું? તે કે-સંવર્મપી-સત કર્મ કૃષિમાં, ધમ બીજાધાન આદિ રૂપ સતકર્મની ખેતીમાં, બચ-આની, આ ધમં બીજની, ને પ્રતસેજલ-અ૮૫મતિવાળા પ્રયત્ન કરતા નથી.