Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૯૬ )
યોગદૃષ્ટિસમુચ્ચય
ભીખ માંગતા ફરે છે ! વિષયતૃષ્ણા છીપાવવા માટે મૃગતૃષ્ણા પાછળ દોડે છે! પણુ પાતામાં જ રહેલી આત્માની અનત ઋદ્ધિને તે ઉલ્લધી જાય છે !
ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટપાત્ર;
વિષયષુભુક્ષુ ભીખ માંગતા, ભમે દિવસ ને રાત્ર.”—મનેાનદન (ડૉ. ભગવાનદાસ )
દીન-સત્સવ ત
તે દીન હાય છે. તે સદાય અકલ્યાણુદશી, હંમેશાં ભૂંડું જ દેખનારા ( Pessimistic ) હોય છે. તે દીન, ગરીખડા, રાંક જેવો થઇ સદા અકલ્યાણુ દેખે છે, ખૂરૂ જ જુએ છે, નિરાશાવાદી જ હાય છે. હાય ! આ મ્હારા આ ઠીબડામાં રહેલુ વિષય કદન્ત ચાલ્યુ જશે તેા ? કેાઇ ઉપાડી જશે તે ? કાઇ પડાવી લેશે તે ? એમ ઇંદ્ર જેવા પુરુષ પ્રત્યે પણ સદા આશકા રાખતા હ।ઈ તે ખાપડ-બિચારા સર્વત્ર અકલ્યાણ-અમગલ દેખતા ફરે છે; સત્ર ભયદશી હાઇ, ભયાકુલ રહી, નિરંતર ફફડાટમાં રહ્યા કરે છે; અને હાથે કરીને દીન, લાચાર બિચારા, પાપડો, રાંક થઈને કરે છે! કારણ કે કલ્યાણમૂત્તિ એવા સહજાત્મસ્વરૂપને તેને લક્ષ નથી.
એટલે તે પરની ગુણુ
વળી આ ભવાભિન'દી જીવ મત્સરવત-અદેખા હેાય છે. સપત્તિ પ્રત્યે દ્વેષવાળા હેાય છે. પારકાનું ભલું દેખી કે પારકાને ગુણ દેખી તેને મનમાં ખળતરા થાય છે, માગ ઊઠે છે, પરસુખે તે દુઃખી થાય છે. કારણ કે તેને મન તુચ્છ સાંસારિક વિષયનું માહાત્મ્ય ભાસ્યું છે, તે સાંસારિક વિષયથી રીઝે છે; ને પેાતાને પ્રાપ્ત ન થયેલા, પણ ખીજાને પ્રાપ્ત એવા વિષયાદિ સુખ દેખી, અથવા પરના પ્રશસ્ત શુભ ગુણુ દેખી, તેને મનમાં ઈર્ષ્યા ઉપજે છે કે આ લઇ ગયા ને હું રહી ગયા. આવો પુણ્યદ્વેષી ને ગુણદ્વેષી તે હાય છે.
તે ભયવાન્ હાય છે. તે સદા ભયાકુલ રહ્યા કરે છે. આ લેક પરલેક સ’બધી ભય, વેદના ભય, અશરણુભય, અગુપ્તિભય, મૃત્યુભય, આદિ ભય તેને નિર ંતર સતાવ્યા કરે છે, ડરાવ્યા કરે છે, હાય ! આ મ્હારુ લૂટાઇ જશે તે ! હાય ! મને વેદના આવી પડશે તે ! હાય ! મ્હારું મૃત્યુ આવી પડશે તે ! ઇત્યાદિ પ્રકારે તે સદાય ભયથી ફફડતા રહે છે; કારણ કે પરમ નિય એવા શાશ્વત આત્મસ્વરૂપનું તેને ભાન નથી,
ભયમાનૂ શઅન
તે શરૂ એટલે માયાવી, કપટી હૅાય છે. જગતને છેતરવાને, જગતની આંખમાં ધૂળ નાંખવાના તે પ્રયાસ કરે છે. તેની મન-વચન-કાયાની એકતા હાતી નથી, મનમાં કાંઇ, વચનમાં કાંઈ અને વર્ત્તનમાં કાંઈ-એમ તેના ત્રણે ચેગની વંચકતા હાય છે. પોતે દુર્ગુણી છતાં સદગુણી દેખાવાને ડાળ કરે છે, "ભ કરે છે! તેની ચેષ્ટા દાંભિક