Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ( ર૮૮) ગદષ્યિસમુચ્ચય છે, આત્માનુભવગોચર થાય છે, તે પદ વેદ્યસંવેદ્યપદ નામથી શાસ્ત્રમાં ઓળખાય છે. સમ્યફ પ્રકારે અવસ્થાનવાળું, સ્થિતિવાળું, સ્થિરતાવાળું હોવાથી તેને વેદ્યસંવેદ્ય તેજ ‘પદ’ નામ બરાબર ઘટે છે, કારણ કે “પદ” એટલે પદ-પગ મૂકવાનું યથાર્થ ‘પદ સ્થાન; અને તે સ્થિરતાવાળું હોય, ડગમગતું ન હોય, તે જ ત્યાં પદ (પગ) મૂકી શકાય નહિં તે ત્યાં ચરણ ધરણ નહિં ઠાય.”ત્યાં પગ મૂકી શકાય જ નહિ. પણ અત્રે તો ભાવથી તેવી સ્થિરતા હોય જ છે, એટલે આ પદને “વેદ્યસંવેદ્ય પદ” નામ આપ્યું, તે તે શબ્દના યથાર્થ અર્થમાં બરાબર ઘટે છે, પરમાર્થથી તેમ જ છે. કારણ કે આ વેધસંવેદ્ય પદ સ્વસંવેદનરૂપ-આત્માનુભવ પ્રધાન છે. અને આ આત્મ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે, કારણ કે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે, તે જ ત્રિકાલાબાધિતપણે સ્થિર હોય છે, આત્મસ્વભાવ એટલે તે સહજાન્મસ્વરૂપ પદનું–શુદ્ધ આત્મસ્વભાવનું જે નિશ્ચયરૂપ પદ” ભાન થવું, અનુભવન થવું, સંવેદન થવું, તે પણ ત્રણે કાળમાં ફરે નહિં એવું સ્થિર નિશ્ચલ હોઈ “પદ' નામને ગ્ય છે. તે સિવાયનાઆત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા બીજા બધાય કહેવાતા પદ તે પદ નથી, પણ અપદ છે, કારણ કે તે સ્વભાવરૂપ ન હોવાથી, અસ્થિર છે, અનિયત છે. એટલે આ અસ્થિરરૂપ દ્રવ્ય-ભાવ અપદોને મૂકી દઈ, નિશ્ચય સમ્યગદષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર, એ સ્વભાવથી પ્રાપ્ત થતે ભાવ (પદ) ગ્રહણ કરે છે. "आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। थिरमेगमिमं भावं उवलभंतं सहावेण // " . –શ્રી સમયસાર, ગા. 203 કારણ કે * આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવોની મધ્યે જે અતત સ્વભાવથી ઉપલબ્ધ થતા–અનુભવાતા, અનિયતપણાની અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, એવા વ્યભિચારી ભાવે છે, તે સર્વેય પિતે અસ્થાયીપણાને લીધે સ્થિતિ કરનારનું સ્થાન થવાને અશક્ય હોવાથી અપદરૂપ છે. અને જે તત્ સ્વભાવથી–આત્મસ્વભાવથી ઉપલબ્ધ અપદ અનેક, થત–અનુભવાતે, નિયતપણાની અવસ્થાવાળે, એક, નિત્ય એ પદ એક જ અવ્યભિચારી ભાવ છે, –તે એક જ, પોતે સ્થાયીપણાને લીધે સ્થિતિ * " इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः, अनेके, क्षणिकाः, व्यभिचारिणो भावाः ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थान भवितुमशक्यत्वात अपदभूताः। यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावत्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः / ततः सर्वानेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं, परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाय / / " –શ્રી અમૃતચંદ્રાચાર્યજીની સમયસાટીકા, ગા. 203