________________ દીમાદષ્ટિ : સ્વરૂપ પદને મહિમા-સમ્યગૃષ્ટિની ચરણ ધારા (289) કરનારનું સ્થાન થવાને શક્ય હોવાથી, પદરૂપ છે. તેથી કરીને સર્વેય અસ્થાયી ભાવેને મૂકીને, સ્થાયી ભાવરૂપ, પરમાર્થ રસપણે સ્વાદમાં આવતું, એવું આ જ્ઞાન એક જ સ્વાદ્ય-સ્વાદ લેવા ગ્ય છે, –(સંવેદ્ય છે). તાત્પર્ય કે સહજ સ્વભાવરૂપ જ્ઞાયક એવા એક આત્મભાવ જ-આત્મપદ જ સ્થાયી છે, સ્થિર છે, એટલે ત્યાં જ સ્થિતિ-સ્થિરતા થઈ શકે, માટે તે જ પરમાર્થથી ખરેખરૂં પદ છે. બાકી એ આત્મભાવ સિવાયના બીજા બધાય ભાવે પિતે જ અસ્થાયી છે, અસ્થિર છે, ડગમગતા છે, એટલે ત્યાં સ્થિતિ–સ્થિરતા થઈ શકવી સંભવતી નથી, માટે તે બધાય અપદ છે. અને આ આત્મપદરૂપ પારમાર્થિક પદ તે સ્વસંવેદનજ્ઞાની સમ્યગદષ્ટિને સાક્ષાત્ અનુભવગોચર હોય જ છે, એટલે તે સ્થિર પદમાં તેની સ્થિતિ હોવાથી, એના એ વેદ્યસંવેદ્ય પદને “પદ” કહ્યું તે સર્વથા યથાર્થ છે. આ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પદની પરમ સમ્યગદષ્ટિ આત્મજ્ઞાની પુરુષોએ ઠેર ઠેર મુક્તકંઠે સ્તુતિ કરી, તે સ્વરૂપ પદને ખૂબ મહિમા ગાય છે. જેમકે જે સ્વરૂપ સમજ્યા વિના પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત. ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિન સ્વરૂપ.”–પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી. ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ વિમલજિન દીઠા લેયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીને ગુણ મકરંદ રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગૅદ્રવિમલ૦ અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપતિ ન હોય...વિમલ”—ગિરાજ આનંદઘનજી. “શ્રી ચંદ્રપ્રભ જિન પદ સેવા, હવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભાવભયથી ટળિયાજી.”—તત્ત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી. આમ આ સ્વસંવેદનરૂપ-આત્માનુભવરૂપ વેધસદ્ય પદ સમ્યક સ્થિતિવાળું હોય છે અને ગ્રંથિભેદ, દેશવિરતિ આદિ લક્ષણોથી તે સૂચિત થાય છે. “આ કર્મ– ગ્રંથિ જે અત્યંત કલેશ ઉપજાવનારી અને પર્વત જેવી મહાબલવાળી હોઈ ભેદી દુષ્કર છે,