________________ દીપ્રાદિષ્ટ ભેદવિજ્ઞાન-મૂળ વસ્તુનું બીજભૂત જ્ઞાન (285) વજગ્નિની લેખાની જેમ અને સાપની દાઢની જેમ આ વનિતા મનુષ્યને કેવળ સંતાપ અને ભય આપનારી છે. સંતેના પણ ચિત્તમાં વસતિ બાંધતી એવી આ નિ:શંક સ્ત્રી જગતુપૂજ્ય એવા ગુણસમૂહને ઉદ્દવાસિત કરે છે–દેશવટો દે છે. ક્રોધ પામેલી કુંફાડા મારતી નાગણને આલિંગન કરવું સારું, પણ નરકપદ્ધતિરૂપ નારીને કૌતુકથી પણ આલિંગવું સારું નહિં. ઇઢિયાર્થીને પ્રકોપ કરનારી સ્ત્રી પુરુષોના હૃદયમાં એ દાહ ઉપજાવે છે કે જેવો સ્પર્શવામાં આવેલી અગ્નિશિખા ઉપજાવતી નથી. સ્ત્રી સંધ્યાની પેઠે ક્ષણરાગવંતી છે, નિમ્ન (નદી ) જેમ નીચ-પ્રિયા છે, તથા બીજના ચંદ્રમાની પેઠે વક-વાંકી હોય છે. ઈત્યાદિ. અને આમ સ્ત્રીનું સ્વરૂપ જેમ અત્યંત હેયબુદ્ધિથી સંવેદાય છે, તેમ “આદિ” શબ્દથી અન્ય સર્વ વસ્તુસ્વરૂપ પણ તેના યથાર્થ સ્વરૂપે અત્રે સમ્યગૃષ્ટિ પુરુષને સંવેદાય છે. તેથી તે સર્વ હેય-ઉપાદેય વિવેક બરાબર જાણે છે. આ વસ્તુ હેય-ઉપાદેય ત્યાગવા યોગ્ય છે, અને આ વસ્તુ આદરવા ગ્ય-ગ્રહણ કરવા યોગ્ય વિવેક છે, એ સ્પષ્ટ વિવેક, નિર્ધાર, નિશ્ચય બુદ્ધિ, સંવેદન તેના આત્મામાં દઢ છાપપણે અંકિત થઈ ગયેલ હોય છે. એટલે ભલે કદાચ તે તે પ્રમાણે આચરણ ન પણ કરી શકે, અર્થાત્ સ્ત્રી આદિ હેય છે, તેને તે ત્યાગ ન કરી શકતો હોય, અથવા વિરતિ-પ્રત્યાખ્યાન આદિ આદેય છે, તેનું તે ઉપાદાન-ગ્રહણ ન કરી શકતો હોય, તે પણ આ વસ્તુ ચેકકસ છોડી દેવા ગ્ય છે, અને આ વસ્તુ ચોક્કસ આદરવા યોગ્ય છે, એવી જે તેની અંતરંગ લાગણી, સંવેદના, પ્રતીતિ, અખંડ નિશ્ચયતા તેમાં કંઈ પણ ફેર પડતો નથી. કર્મદેષ વશે તેમ કરવાની કદાચ પિતાની અશક્તિનિર્બળતા હોય તે તેને માટે પણ તેને નિરંતર ખરેખર આત્મસંવેદનમય ખેદ રહે છે કે અરે ! હું આ હેય વસ્તુ ત્યાગી શકતો નથી, આ વિરતિ આદિ હું આદરી શકતો નથી. આમ તે જ્ઞાનીના અંતમાં ભેદ પડી જાય છે, અજ્ઞાનીને તેવો સંવેદનરૂપ અંતરભેદ હેતું નથી. આમ જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં, વૃત્તિમાં, અને પ્રવૃત્તિમાં આકાશપાતાલનું અંતર હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થયું છે. સ્વ-પર વસ્તુને ભેદ તેણે જાણે છે. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું, એવા બીજભૂત-મૂળભૂત જ્ઞાનનું અંતઃપ્રતીતિમય અખંડ સંવેદન–અનુભવને તેને વતે છે. સ્વપરના ભેદવિજ્ઞાનરૂપ उद्वासयति निःशङ्का जगत्पूज्यं गुणव्रजम् / बनती वसति चित्ते सतामपि नितम्बिनी / / वरमालिङ्गिता क्रुद्धा चलल्लोलाऽत्र सर्पिणी / न पुनः कौतुकेनापि नारी नरकपद्धतिः // हृदि दत्ते तथा दाहं न स्पृष्टा हुतभुशिखः / वनितेयं यथा पुंसामिन्द्रियार्थप्रकोपिनी / / सन्ध्येव क्षणरागाढथा निम्नगेवाधरप्रिया / वक्रा बालेन्दुलेखेव भवन्ति नियतं स्त्रियः / / " -- શ્રી જ્ઞાનાર્ણવ