Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ દીમાદષ્ટિ : વેદ્ય પદની વ્યાખ્યા, નારી નિદા (283) અપાય આદિ નિદાન જ્યાં, સ્ત્રી આદિ વેદ્ય વેદાય; આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; 73. અર્થ –જેમાં,-અપાય આદિના કારણરૂપ સ્ત્રી આદિ વેદ્ય-દવા યોગ્ય વસ્તુ, આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ, સંવેરાય છે, - (આ લેકને ઉત્તર સંબંધ નીચેના શ્લોકમાં છે. ) વિવેચન નરક-સ્વર્ગ વગેરે અપાયના નિબંધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે-સમ્યક્ પ્રકારે વેદાય છેઅનુભવાય છે, તેનું નામ વેદ્યસંવેદ્ય પદ છે, એમ પછીના લેકમાં સંબંધ છે. ) તે આ પ્રકારે વેદ્ય એટલે વેદનીય, દવા યોગ્ય, અનુભવવા યોગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય-ગ્રહણ થાય એવું વેદવા વસ્તુસ્વરૂપ. ભાગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દર્શનજ્યાં સ્ત્રી આદિ અનુભવન-વેદન થવા ગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે સ્ત્રી વેધ સંવેદાય વગેરે પદાર્થ –કે જે નરક-સ્વર્ગ વગેરેના કારણે થાય છે. આ સ્ત્રી આદિ તે વે. સં. પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે જેમ છે તેમ, ભાવગીને સામાન્યપણે વેદના અનુભવન થવું, તે વેદ્ય છે. આ સ્ત્રી આદિ વેદ્ય-અનુભવ ચોગ્ય વસ્તુ જ્યાં પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે, સમ્યક પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે (વેદ્યસંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના લેકમાં સંબંધ છે.) એટલે કે નરકાદિ અપાયના કારણરૂપ સ્ત્રી આદિનું જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શન થવું, અનુભવન થવું તે વેધસંવેદ્ય પદ છે. આ નિશ્ચયબુદ્ધિ આગમથી–સશાસ્ત્રથી વિશુદ્ધ થયેલી એવી હોય છે, તેનો વિપર્યય મલ-વિમર્યાસ મલ આગમરૂપ નિર્મલ જલથી ધોવાઈ ગયે હોય છે. અને આ નિશ્ચયબુદ્ધિમાં સ્ત્રી આદિ પદાર્થ પ્રત્યે તથા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ આગમવિશુદ્ધ હોય છે, એટલે કે વેદ્યસંવેદ્યપદ-સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી, આ અપ્રવૃત્તિબુદ્ધિ સ્ત્રી આદિ પદાર્થ હેય છે, ત્યાગવા લાગ્યા છે, છેડી દેવા ગ્ય છે, અનાદેય છે–ગ્રહણ કરવા યોગ્ય નથી, એ દૃઢ નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એ નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્યગ