________________ દીપ્રાદષ્ટિઃ ક્ષાયિક સમ્યગ્નદષ્ટિને જ નિશ્ચય વેઘસવેદ્યપદ (279) આ વચન કોઈ અવિરતિપણાની પ્રશંસારૂપ નથી, પરંતુ બાહ્ય-દ્રવ્ય અવિરતિ છતાં પણ સમ્યગદર્શનને, આત્મજ્ઞાનનો, આત્માનુભૂતિને કેટલે બધો અચિન્ય અપૂર્વ મહિમા છે, તે સૂચવવા માટે જ છે. વળી ભાવથી જોઈએ તે તેવા સાચા સમ્યગદર્શનને સમ્યગદષ્ટિ પુરુષ અંતરાત્માથી પરભાવથી વિરામ-વિરતિ પામ્યા જ અપૂર્વ મહિમા હોય છે. બાકી સમ્યગદર્શન ને બાહ્ય વિરતિને સુમેળ તે તે સોનામાં સુગંધ ભળ્યા બરાબર છે. પણ સમ્યગદર્શન વિનાનું જે જ્ઞાન જાણ્યું તે ન જાણ્યા બરાબર છે; મોટા મીડારૂપ-શૂન્યરૂપ છે; તેમજ સમ્યગદર્શન વિનાનું જે ચારિત્ર-વિરતિ-વ્રતપચ્ચખાણ તે પણ મોક્ષપ્રાપ્તિ અર્થે શૂન્યરૂપ-મોટા મીંડા જેવું છેએમ શ્રી ભગવતી સૂત્રમાં ભાખ્યું છે. એને જ ભાવ સૂચવતા પરમ રહસ્યપૂર્ણ પરમાર્થગંભીર શબ્દોમાં એ જ સ્થળે કવિરાજ શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે કે“જે હેય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણે નહિ, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશે જીવ કરવા નિર્મળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહિ ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. આ જીવ ને આ દેહ એ ભેદ જે ભા નહી, પચખાણ કીધાં ત્યાંસુધી મેક્ષાર્થ તે ભાખ્યાં નહીં એ પાંચમે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિમળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ જે જાણિયું નિજ રૂપને, કાં તેહ આશ્રય કરજે ભાવથી સાચા મને, તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે, જિનાવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.” શ્રીમદ્ રાજચંદ્રજી આત્માનુભૂતિથી અવિનાભાવી એટલે કે નિશ્ચયથી જેમાં આત્માનુભવ હોય જ એવા સમ્યગદર્શનને આ પરમ પ્રભાવ છે. એટલે તે પ્રાપ્ત થયા પછી ફરીને દુર્ગતિને ગ થતું નથી. અત્ર કેઈને શંકા ઉદ્દભવવાને સંભવ છે કે-જેનું સમ્યગદર્શન આપીને ચાલી ગયું છે, પ્રતિપાતી થયું છે, પડી ગયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દુર્ગતિને વેગ હોય છે, તેનું કેમ?