________________ (280) ગિદષ્ટિસમુચય એનું સમાધાન એમ છે કે એવી શંકા કરનાર અભિપ્રાય આશય સમજ નથી, કારણ કે ક્ષાયિક સમ્યગદષ્ટિને જ નિશ્ચયથી વેધસંવેદ્ય પદ હોય છે, તેને અપેક્ષીને અત્ર કથન છે, તેણે માનેલા વ્યાવહારિક વેદ્યસંવેદ્ય પદની-વ્યાવહાર નિશ્ચય વેદ્ય- સમ્યગદર્શનની વાત અહીં છે નહિં. તે વ્યાવહારિક સમ્યગદર્શન સુંદર સંવેદ્ય પદ નથી, કારણકે તેથી ભવભ્રમણનો અંત આવતો નથી. ભવભ્રમણને અંત તો નિશ્ચય વેધસંવેદ્ય પદની પ્રાપ્તિ પછી જ આવે છે. માટે આ નિશ્ચય વેધસંવેદ્ય પદ જે છે, તે જ સુંદર છે, રૂડું છે, ભલું છે, નિર્વ્યાજ સાચેસાચું કલ્યાણકર છે, તે જ શીવ્ર મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. અને એ પ્રાપ્ત થયે, પ્રાયે દુર્ગતિમાં જવું જ પડતું નથી, પણ કવચિત્ કર્મવશે કરીને છેવટને માટે એકાદવાર જ જે જવું પડ્યું (મહાનુભાવ મહાત્મા શ્રેણિક મહારાજની જેમ), તે પણ ત્યાં નરકમાં પણ તેવા ક્ષાયિક સમ્યગદષ્ટિ પુરુષને માનસિક દુઃખને અભાવ હોય છે; વજન ચેખા જેમ પાકે નહિ, તેમ માનસિક દુઃખના તાપથી તેના ભાવનો પાક થતો નથી, તેના ભાવ તપતા નથી, તેને ઉન્હી આંચ પણ આવતી નથી, તે તો નિરાકુલપણે સ્વસ્વભાવમાં જ સમવસ્થિત રહી સમતાભાવે સર્વ સુખ-દુઃખ વેદે છે. “જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે હૈયેથી, અજ્ઞાની વેદે રાય”—શ્રીમદ્ રાજચંદ્રજી કારણ કે તે આત્માનુભવી નિશ્ચય સમ્યગદષ્ટિ સંતજન જાણે છે, વેદે છે, અનુભવે છે, ને આત્મ ભાવના ભાવે છે કે - અબધૂ ! ક્યા તેરા ? કયા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા....અબધૂ” હું નિશ્ચય એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું. બીજું કંઈ પણ, પરમાણુ માત્ર પણ, મ્હારું નથી, હું અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, ને અસંયુક્ત એ શુદ્ધ આત્મા છું. " સર્વ તરફથી સ્વરસથી નિર્ભર ભાવવાળા એક એવા સ્વને-આત્માને હું અહીં સ્વયં અનુભવી રહ્યો છું. મહારે કઈ મેહ છે નહિં–છે નહિ. હું શુદ્ધ ચિઘન તેજેનિધિ છું.” "अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी / णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमिन्र्तपि / / जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठमणण्णयं णियदं / વિસમસંગુત્ત તં સુદ્ધનચે વિયાળી -શ્રી સમયસાર