________________ દીપ્રાદષ્ટિ : આગમ-દી, તત્ત્વાભાસરૂપ સ્કૂલ બંધ (271) કે કિલષ્ટ કર્યદોષનું જે દર્શન થાય છે, તે તાત્વિક-પારમાર્થિક હોતું નથી, પરંતુ તત્વનાપરમાર્થના આભાસરૂપ, તત્વાભાસરૂપ, પરમાર્થાભાસરૂપ હોય છે, તદાભાસરૂપ હોય છે. આગમરૂપ દી મેહધકાર ભર્યા આ લેકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે, અને આત્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચાડનાર એવા લિષ્ટ કર્મરૂપ અપાયનું સમ્યગ સવરૂપ દેખાડી તે કમષને કેમ દૂર કરે તેને સાચે રસ્તે બતાવે છે. જેમકે આગમ-દીપક –આ આત્મા સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વયંતિ ને સુખધામ છે. પણ અજીવરૂપ જડ કર્મના દેષથી તેનું તે શુદ્ધ સ્વરૂપ અવરાયું–ઢંકાઈ ગયું છે. તેના સહજાન્મસ્વરૂપને અપાય-હાનિ પહોંચેલ છે, અને આ પુણ્ય-પાપરૂપ કર્મ અપાયથી તે નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રત-વિષય-કષાય આદિથી તે કર્મને આશ્રવ થાય છે ને પછી બંધ થાય છે. દશવિધ ધર્મ આદિ સંવરથી નવાં કર્મો આવતા અટકી જાય છે, ને તપથી જૂના કર્મોની નિર્જરા થાય છે.–ખરી જાય છે. અને આમ સર્વ કર્મોને ક્ષય થયે, આત્માના શુદ્ધ સ્વભાવના પ્રગટપણારૂપ મોક્ષ થાય છે. કર્મ ભાવ અજ્ઞાન છે, મક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મિક્ષપંથ તે રીત. જે જે કારણ બંધના, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. મક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ.” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ ઈત્યાદિ પ્રકારે સદાગમરૂપ દીપક તત્ત્વનું સમ્યફ સ્વરૂપ પ્રકાશે છે, કર્મ–આત્માને સંબંધ દર્શાવી તે કર્મ–અપાય દૂર કરવાને શુદ્ધ માર્ગે સ્પષ્ટપણે દેખાડે છે. તથાપિ આ જીવની તેવા સૂમ બંધની ઊણપને લીધે તેને યથાર્થ તત્વદર્શન થતું નથી. આગમ૩૫ દીપકના પ્રકાશથી જે કે આ જીવને કમરૂપ અપાય દોષનું સ્થૂલ સ્વરૂપ ભાસ્યમાન થાય છે, તે પણ બંધની દષ્ટિમંદતાને લીધે તેને તેનું તાત્વિક સ્વરૂપ-પરમાર્થ સ્વરૂપ હજુ સમજાતું નથી, બરાબર લક્ષમાં આવતું નથી.