________________ દીમાદષ્ટિ : સૂક્ષ્મબોધરેધક અપાય-શક્તિમાલિન્ય (ર૬૯) વિવેચન ઉપરમાં એમ જે કહ્યું કે આ મિત્રા આદિ ચાર દષ્ટિમાં અદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે, પણ તાત્વિક એવું વેવસંવેદ્ય પદ પણ હેતું નથી, અને તેથી કરીને સૂક્ષ્મ બોધ અત્ર હોતો નથી, તે શા કારણથી એમ હોય છે, તેનો અહીં સ્પષ્ટ અપાય શક્તિ ખુલાસો કર્યો છે. નરક વગેરે અપાયનું જે શક્તિરૂપ મલિનપણું છે, તે માલિન્ય સૂક્ષ્મ બોધને વિબંધ-પ્રતિબંધ કરનારું, ધનારું—અટકાવનારું છે. કારણ કે નરક વગેરે આપે એવા અપાયહેતુઓનું-કિલષ્ટ કર્મના કારણોનું આસેવનરૂપ બીજ હજુ અહીં સત્તામાં છે, શક્તિરૂપે રહ્યું છે. આ અપાય એટલે શું ? * “નિરુપક્રમ નામથી ઓળખાતું એવું પૂર્વ કર્મ જ અપાય છે, એમ નિરપાય પુરુષે કહે છે, આ અપાયરૂપ વિચિત્ર કર્મ પાપ આશય ઉપજાવે છે.” અને પાપ આશય ઉપજાવનારું આ અપાયરૂપ લિષ્ટ કર્મનું બીજ જ્યાં સુધી શક્તિરૂપે પણ હોય છે, ત્યાંસુધી તે સૂક્ષમ બોધ ઉપજવા દેતું નથી, કારણ કે તે ચિત્તનું એવું મલિનપણું ઉપજાવે છે કે તેમાં સૂક્ષ્મ બેધને અંતઃપ્રવેશ થઈ સૂક્ષ્મબોધ શકતું નથી. મેલી પાટી પર જેમ ચોખા અક્ષર લખી શકાતા નથી, રેધક તેમ ચિત્તની પાટી જ્યાં સુધી મલિન હોય ત્યાં સુધી તેમાં સૂફમ બેધરૂપ ચેખા અક્ષર લખી શકાતા નથી, જેમ ચીકાશવાળી સપાટી ( Greasy surface) પર પાણી ઠરતું નથી, તેમ કિલષ્ટ કર્મમલથી ચીકણી ચિત્તભૂમિ પર સૂક્ષ્મ બોધરૂપ નિર્મલ જલ ઠરતું નથી–પ્રવેશતું નથી. આ અપાયબીજરૂપ કીડો અંદરથી જ્યાં સુધી અંતરને કેરી ખાતે હોય, ત્યાં સુધી તત્ત્વસંબધી સૂ ધ ઉત્પત્તિની આશા રાખવી આકાશકુસુમવત્ ફેગટ છે, ત્યાં સુધી જે બંધ થાય તે પિલે જ-પોકળ જ રહેવાને. કારણ કે તે શક્તિરૂપે રહેલું અપાય-બીજ પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી તે સૂફમ બોધને આડા અંતરાયરૂપ થઈ પડે છે, એટલું જ નહિ, પણ તથારૂપ નિમિત્ત પામી તેમાંથી વૃક્ષ થઈ તેવા વ્યક્ત ફલ પરિણામની પણ સંભાવના રહે છે. બીજમાંથી જ્યાં સુધી રોગનું બીજ ન ગયું હોય, રોગ નિમૂળ ન થયો હોય, વૃક્ષ ત્યાંસુધી રોગ કયારે ઉંબરી નીકળશે, કયારે ઉથલે મારશે, તે કહી શકતું નથી; તેમ અપાયબીજ પણ જ્યાં સુધી હોય, ત્યાં સુધી તે ક્યારે ઉબરી આવી-ક્ત સ્વરૂપે ફૂલીફાલી આત્માના સ્વાથ્યને બગાડી નાંખશે, તે કળી શકાતું નથી. આમ આ અપાયશક્તિનું મલિનપણું ખરેખર ! અપાયરૂપ જ થઈ પડે છે, કારણ કે તેના થકી અપાય (અપ+આય) થાય છે, આવેલ લાભ હાથમાંથી ચાલ્યો * “અપાયમા. નિપાયા: પુરાતનો પાપારાય ચિત્ર નિપસંજ્ઞE >>- ગબિન્દ.