________________ દીપ્રાષ્ટિ અવેઘ સવૈદ્ય પદ પ્રબલઃ વેધ સંઘ અતાત્વિક (267) બીજું-ઉલટું એવું જે વેદ્યસંવેદ્ય પદ તે અત્રે તાત્વિક હોતું નથી, પરંતુ પક્ષીની છાયા પ્રત્યે જલચરની પ્રવૃત્તિ જેવું મિથ્યા-અતાત્વિક હોય છે. જેમ આકાશમાં પંખી ઉડતું હોય, તેને પડછાયે પાણીમાં પડે, અને તે પડછાયાને પંખી જાણ કઈ જલચર તેને પકડવાની ચેષ્ટા કરે–તેની પાછળ દોડે, પણ તેના હાથમાં કાંઈ આવતું નહિ હેવાથી તે ચેષ્ટા જેમ નિષ્ફળ-મિથ્યા જાય; તેમ આ વે. સં. પદ ચાર દષ્ટિએમાં પણ વેદસંવેદ્ય પદ તે જલચરની પડછાયા પાછળ પડછાયારૂપ દેડવારૂપ ખાટી નિષ્ફળ પ્રવૃતિ જેવું હોઈ, યથાર્થ, તાત્વિક ( Real, Genuine) હેતું નથી, મિથ્યા પડછાયારૂપ (shadow-like) હોય છે, માત્ર તદાભાસરૂપ હોય છે. કારણ કે હજુ સુધી અત્ર ગ્રંથિભેદ થયે નથી, એટલે તાત્વિક વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોતી નથી, પણ અતાત્વિક એવું વેદ્યસંવેદ્યપદ અત્રે આ મિત્રાદિ પહેલી ચાર દૃષ્ટિમાં હોય છે, અને તે પણ છેલા યથાપ્રવૃત્તકરણવડે કરીને જ સાંપડે છે, એમ આચાર્ય ભગવંતેનું કથન છે, કારણ કે કર્મવિવરરૂપ પિલિયે દ્વારપાલ જ્યારે પોળ અર્થાત્ તત્તમંદિરનું મુખદ્વાર ઉઘાડે ત્યારે જ ખરેખરૂં તત્ત્વદર્શન થાય છે. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પળ પિળિયે, કર્મવિવર ઉઘાડેછે......... સેવ ભવિયાં વિમલ જિસેસર.”—શ્રી યશોવિજયજી. આ યથાપ્રવૃત્તકરણ આદિનું સ્વરૂપ આગળ પહેલી દષ્ટિના વર્ણનમાં કહેવાઈ ચૂકયું છે. જીવને ભાવમલ જ્યારે ઘણા ક્ષીણ થાય છે, ત્યારે છેલ્લા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવને આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ-આત્મપરિણામવિશેષ સાંપડે છે. યથાપ્રવૃત્ત તેથી કરીને અપૂર્વ આત્મવિયનો ઉલ્લાસ થઈ “અપૂર્વકરણ થાય છે. કરણાદિ અને તે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે જ નહિં-નિવતે જ નહિ, એવું “અનિવૃત્તિકરણ” હોય છે. તેમાં જવ ગ્રંથિ સુધી આવે ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ કરતાં અપૂર્વકરણ, અને ગ્રંથિભેદ કરી છવ સમ્યફવાભિમુખ થાય ત્યારે અનિવૃત્તકરણ હોય છે. આમાં આ ચરમ યથાપ્રવૃત્તકરણ પહેલી ચાર દષ્ટિએમાં સાંપડે છે. પણ સમ્યકત્વની પ્રાપ્તિ તે પાંચમી દષ્ટિથી જ હોય છે, ત્યાર પહેલાની ચાર દૃષ્ટિ સુધી તે મિથ્યાત્વ જ હોય છે. (જુઓ પૃ. 46, 170 ) આમ પહેલી ચાર દષ્ટિઓમાં મિથ્યાત્વને સભાવ હોવાથી " અવેદ્યસંવેદ્ય પદ? ઉલબણ-ઉત્કટ પ્રકારનું હોય છે, બહુ બળવાન હોય છે, જેથી દશનામહને લીધે જીવની મેહદશા હજુ હોય છે. અને અત્રે વેદ્યસંવેદ્યપદ જે હોય છે તે સ્થલ બાધ તાત્ત્વિક-વાસ્તવિક હેતું નથી, પણ તદાભાસરૂપ–પડછાયારૂપ અતાત્વિક