Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ દીમાદષ્ટિ : તખ્તલોહ પદ વ્યાસવૃત્તિ, ભાવ અપ્રતિબંધ (273) ઉપરમાં જે અદ્યસંવેદ્ય પદ કહ્યું, તેનાથી ઇતર-બીજું એવું જે વેદસંવેદ્ય પદ છે, તે સ્થિર વગેરે પાછલી ચાર દષ્ટિએમાં હોય છે. અને આ વેદ્યસંવેદ્યપદના પરમ પ્રભાવથી આ દૃષ્ટિવાળો જોગીજન અપાયમાં અથવા પાપમાં તપ્તાહપદ પ્રાયે પ્રવૃત્તિ કરતા જ નથી; અને પૂર્વ કર્મના દેષ કરીને પણ જે ન્યાસવૃત્તિ કવચિત્ કરે, તે તેની તે પાપ પ્રવૃત્તિ, તપ્તાહપદન્યાસ જેવી, એટલે કે તપેલા લેઢા પર મૂકવા જેવી હોય છે. જેમ તપેલા લેઢા પર પગ મૂકતાં તરત જ આંચકો અનુભવાય છે, પણ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતે નથી, તરત જ આપોઆપ પાછો ખેંચી લેવાય છે, તેમ આ દષ્ટિવાળે મહાત્મા સમ્યગૂ- -- દૃષ્ટિ પુરુષ એટલે બધે પાપભીરુ હોય છે, એટલે બધે પાપથી ડરતો રહે છે, કે કવચિત્ કર્મના અપરાધને લીધે પણ જે જાણતાં-અજાણતાં પણ તેની હિંસાદિ પાપમાં કંઈ પ્રવૃત્તિ થઈ જાય, તો તે તરત એકદમ આંચક અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટકતો નથી, ત્યાંથી તે તક્ષણ જ પાછો વળી જાય છે–પ્રતિક્રમી જાય છે. અને તે પ્રવૃત્તિ પણ તે અત્યંત નીરસપણે-અંતરંગ ખેદપણે કરે છે, આત્મભાવથી તે કરતે જ નથી; નિર્વસ પરિણામથી કરતો નથી, પૂર્વ કર્મથી પ્રેરાઈને પરાણે ન છૂટકે કરવી પડે તે કરે છે. આ સમ્યગ્ર દષ્ટિ જીવ કાયપાતી જ + કાયપાતી, પણ હોય છે, કાયાથી જ એનું પતન થાય છે, એટલે કે કાયા માત્રથી જ ચિત્તપાતી નહિં તે કવચિત્ પાપમાં પડે–પાપક્રિયા કરે, પણ તે ચિત્તપાતી તે હેતો જ નથી, ચિત્તથી તેનું કદી પાપમાં પતન થતું જ નથી. કારણ કે તે ભિન્નગ્રંથિ સમ્યગદષ્ટિ પુરુષનું ચિત્ત મોક્ષમાં હોય છે જે શરીર સંસારમાં હોય છે. રિ મ તનુ ." એટલે તેને સર્વ જ ગ-ધર્મ અર્થાદિ સંબંધી વ્યાપાર ગરૂપ જ હોય છે. શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી કિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ કિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; સંસારક્રિયામાં અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી નીરસપણુ બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. x x x સમ્યગદષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં + “યતિન પદ્ વોધિસત્ત્વ: પવિતા न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् // भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः / તરય તરસ ઇવેન્દ્ર ચોનો ગોળો હિ માવતઃ " -–શ્રી યોગબિંદુ,