________________ દીમાદષ્ટિઃ સમ્યગ્રષ્ટિનું સંસારક્રિયામાં નિરસપણું –ઉદાસીનપણું (275) અધિક શું કહેવું ? હાડ, માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે. “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ.” અમને તે એવી જંજાળ વિષે ઉદાસીનપણું વતે છે. અમારે વિષે વતતે પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મને મળવા દેતા નથી. જે કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે, અમને વતે છે એવું ચિત્ત તે નેત્રરૂપ છે. XXX આવી સ્થિતિ છતાં ઉપાધિોગ તે બળવાનપણે આરાધિયે છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે; તે જેમ દુ:ખે, અત્યંત દુખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણુએ સ્થિત ચિત્ત હેવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે.” ઈત્યાદિ. (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. આ ઉપરથી સમજી શકાશે કે સમ્યગદષ્ટિ જીવ પ્રાયે પાપ આચરે જ નહિ, અને કદાચને પૂર્વ કર્મની પ્રેરણાથી-પ્રારબ્ધ ઉદયથી તે કિંચિત્માત્ર પણ કવચિત્ આચરે, તે તે નિર્વસ પરિણામથી તો તેમ કરે જ નહિ, તેથી કરીને તેને બંધx સમ્યગદષ્ટિને પણ અ૯પ હોય છે. તે પાપકર્મ આચરતાં પણ તેને તપાવેલા લેઢા પર અલપ બંધ પગ મૂકવાની જેમ એકદમ આંચકો લાગે છે, અરેરાટી ઉપજે છે, ને હૃદયના ઊંડાણમાંથી ચિત્તના સાચા ભાવથી અત્યંત અત્યંત ખેદ થાય છે. કારણ કે જેણે સમકિત અમૃત રસને લેશ પણ સ્વાદ ચાખે, તેને બાકસબુકસ જેવા બીજા રસ કેમ ગમે ? તુજ સમકિત રસસ્વાદને જાણ, પાપ કુભકતે હે બહુ દિન સેવિયુંજી; સેવે જે કરમને જોગે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. જાણે રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી. ચાખ્યો છે જેણે અમી લવ લેશ, બાકસબુકસ તસ ન રુચે કિમેજી.”—શ્રી યશોવિજયજી આ એવા પ્રકારની કેમ હોય છે? તે માટે કહે છે - x “सम्मविट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि / કપાણિ હો વંધો ના નિધë કુળg / શ્રી પ્રતિક્રમણુસૂત્ર–વંદિત્તા સૂત્ર