________________ દીપ્રાદષ્ટિ : સમસ્ત વસ્તુનું' અનેકાંત સ્વરૂપ (265) (3) તેમજ અનંતધર્માત્મક એવા અખંડ વસ્તુ-તત્ત્વનું અત્ર સમગ્રપણે ( Comprehensive & Collective ) ગ્રહણ થાય છે, તેથી કરીને પણ આ બોધનું સૂફમપણું નીપજે છે. કારણ કે * સ્યાદવાદ જ એ સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક અનેકાંત એવું એક અખલિત અર્હત્ સર્વસનું શાસન છે; અને તે સર્વ અનેવસ્તુના સમગ્ર કાંતાત્મક છે એમ અનુશાસન કરે છે, કારણ કે સર્વ વસ્તુને અનેકાંત ગ્રહણથી સ્વભાવ છે. તેમાં જે તત્ છે. તે જ અતત્ છે; જે એક છે તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે જે નિત્ય છે, તે જ અનિત્ય છે,-એમ એક વસ્તુના વસ્તૃત્વનું સાધનાર એવું જે પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશન તે અનેકાંત છે. એમ તત્ત્વવ્યવસ્થિતિથી પિતે પિતાને વ્યવસ્થાપિત કરતે, અલL જૈન શાસન એ અનેકાંત વ્યવસ્થિત છે. આ “અનેકાંત તે પરમાગમને* જીવ-પ્રાણ છે. અને જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને શમાવનારો, તથા સકલ નવિલસિતેના વિરોધને મથી નાખનારે, એ પરમ ઉદાર ગંભીર ને સર્વગ્રાહી છે. કારણ કે તે ભિન્ન ભિન્ન નય–અપેક્ષા લક્ષમાં રાખી, જુદા જુદા દષ્ટિકોણથી સમગ્ર–સંપૂર્ણ વસ્તુનું સ્વરૂપ તપાસે છે, તેથી પરસ્પર કલહ કરતા નાની તકરારને અંત આવે છે, અને કોઈ પણ પ્રકારના મતાગ્રહને ઉભવાનું સ્થાન રહેતું નથી. તત્ત્વના જીવનરૂપ આ અનેકાંતના આવા પરમ અભુત ચમત્કારિક સર્વસમાધાનકારી સ્વરૂપથી મુગ્ધ થઈને, પરમ તત્વજ્ઞોએ ઉદારશેષા ઉઘોષણા કરી છે કે- “અનેકાંત સિવાય તત્વવ્યવસ્થા નથી,” તે અત્યંત સત્ય છે. *" स्याद्वादो हि समस्तवस्तुतत्त्वसाधकमेकमस्खलितं शासनमर्हत्सर्वज्ञस्य / स तु सर्वमनेकांतात्मकमित्यनुशास्ति सर्वस्यापि वस्तुनोऽनेकांतस्वभावत्वात् / + + तत्र यदेव तत्तदेवातत् , यदेवक तदेवानेकं, यदेव सत्तदेवासत् , यदेव नित्यं तदेवा नित्यमित्येकवस्तुवस्तुत्वनिष्पादकं परस्परविरुद्धशक्तिद्वय- . કાનમwતઃ 19 (ઈત્યાદિ, અનેકાંતની પરમ વિશદ હૃદયંગમ વિવેચના માટે જુઓ) –શ્રી અમૃતચંદ્રાચાર્યજી વિરચિત સમયસાર ટકા પરિશિષ્ટ. x “परमागमस्य जीवं निषिद्धजात्यंधसिंधुरविधानम् / सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकांतम् // " –શ્રી અમૃતચંદ્રાચાર્યજીપ્રણીત શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય. " एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन्स्वयम् / अलङ्गध्यं शासनं जैनमनेकांतो व्यवस्थितः // " –શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારટીકા-પરિશિષ્ટ, + “इमा समक्षं प्रतिपक्षसाक्षिणा मुदारघोषामुदघोषणां ब्रुवे / न वीतरागात्परमस्ति दैवतं न चाप्येनकान्तमृते नयस्थितिः // " કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત અન્ય વ્યય, હા