Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ગદષ્ટિસમુચય ભવસાગર નિસ્તારથી, કર્મ જ ભેદે જ; સેય સકલ વ્યાપ્તિ થકી, સૂક્ષ્મતા -અહિં ન એ જ. 66 અર્થ:–ભવસમુદ્રના સમુન્નારણ થકી, કમરૂપ વજૂના વિભેદ થકી અને રેય વ્યાપ્તિના સંપૂર્ણ પણ થકી સૂક્ષ્મપણું હોય છે, પણ (આ) આ સૂમ બંધ અત્રેઆ દૃષ્ટિમાં હોતું નથી. વિવેચન ઉપરમાં જે બોધનું સૂકમપણું કહ્યું. તે શા કારણથી હોય છે, તે અત્ર વિવયું છેઃ (1) સંસારસાગરના નિસ્તારને લીધે, (2) તથા કમરૂપ વાના વિભેદને લીધે, (3) તથા અનંત ધર્માત્મક એવું જે ય વસ્તુતત્વ તેના સંપૂર્ણપણાને લીધે–સમગ્રપણાને લીધે, આ સૂક્ષ્મપણું કહ્યું છે. તે આ પ્રકારે : બોધનું સૂક્ષ્મપણું શી રીતે? (1) જ્યારે આ સૂક્ષમ બોધ ઉપજે છે, ત્યારે જીવ અનંત અપાર એવો ભવસાગર તરી જાય છે, તેને ભવનિસ્તાર થાય છે. સંસારસમુદ્ર ગેમ્પદ જે સુખેથી લીલામાં એળગી જવાય એવું બની જાય છે. આમ આ સૂક્ષ્મ ભવસાગર ભવનિસ્તાર કરે છે, કારણ કે તે લોકેત્તર પ્રવૃત્તિને હેતુ થઈ પડે નિસ્તારથી છે. અથવા તે જ્યારે જીવને ભવનિસ્તાર થવાનું હોય છે, જીવ જ્યારે ભવસમુદ્રના કાંઠા પાસે આવી પહોંચે છે, ત્યારે લોકોત્તર પ્રવૃત્તિનો હેતુભૂત એ આ સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય છે. અને આમ એના શીઘ્ર તારકપણુને લીધે એનું સૂફમપણું ઘટે છે. (2) તથા કમરૂપ વજને વિભેદ થાય છે, તેથી પણ આ બેધનું સૂક્ષ્મપણું છે. વજ (હીરો) જેમ ભેદ-ચૂર મુશ્કેલ છે, તેમ કમની મહામેહરૂપ ગ્રંથિ દુર્ભેદ્ય ભેદી દુષ્કર છે, તેનો અત્ર વિભેદ થાય છે. વિભેદ એ કે જેથી કમવજી અપુનગ્રહણ હોય છે, એટલે કે એવા પ્રકારે ભેદ થાય કે ફરીને વિભેદથી તેનું તેવા પ્રકારે ગ્રહણ કરવાપણું હોય નહિં. આવા કર્મવજીના વિશે દથી “તીવ્ર સંકલેશ-દઢ કષાયદય થતું નથી, તેથી કરીને તે સદા નિઃશ્રેયસાવહ-નિર્વાણ હેતુ થાય છે. + અને આમ તે સૂમ બેધનું કારણ થઈ પડે છે. + “મેરોડનિ જાર વિશે ન મૂકો મેવ તથા તીવ્ર વિકામાત્ત સયા નિચલાવડ –શ્રી ગિબિંદુ