________________
(૨૫૦)
યોગદષ્ટિસમુચ્ચય “છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા,
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડલ નાંખતા,
કાંચન કડા કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડયા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને.” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તે જળના તરંગ;
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિએ ત્યાં ક્ષણને પ્રસંગ? ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના,
ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ ! વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના.”
- શ્રીમદ્ રાજચંદ્રજી. વળી તે મુમુક્ષુ જોગીજન ભાવે છે કે–
આ સંસાર પ્રતિ જીવે લેશમાત્ર મોહ કરવા જેવું નથી. જ્ઞાનીઓએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ-વિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ
અનંત શેક, અનંત દુઃખ જોઈને એઓએ આ સંસારને પુંઠ દીધી છે, ખમય તે સત્ય જ છે. એ ભણી પાછું વાળી જેવા જેવું નથી. ત્યાં, દુ:ખ, દુઃખ સંસાર ને દુ:ખ જ છે. દુઃખને એ સમુદ્ર છે. કારણ કે જીવ પ્રથમ તે માતાની
કૂખમાં–ગર્ભમાંજ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટ પામી મેટ થઈ, હાશ, હવે દુઃખનો અંત આવ્યો, હવે નિરાંત થઈ, એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાં જ મૃત્યુની બેનપણી જરા અવસ્થા કાયાને કેળિયે કરી જાય છે, અર્થાત્ ઘડપણ આવે છે, દેહ જર્જરિત થવા માંડે છે, અને કાળ આવી એચિંતે પ્રાણ હરી લે છે. આ દુ:ખરૂપ આ સંસાર છે. ગભરના દુ:ખથી માંડી મરણ પયત જીવ દ:ખીજ છે.” ૪
શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન + “ गलत्येका चिंता भवति पुनरन्या तदधिका, मनोवाक्काये हा विकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झदिति पतयालोः प्रतिपदं, न जंतोः संसारे भवति कथमप्यातिविरतिः ॥ साहित्वा संतापानशुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासर्यावस्पृशति कथमप्यतिविरति, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ।"
-શાંતસુધારસ,