________________
(૨૫૮)
યોગદષ્ટિસમુચ્ચય અને જીવાત્મામાં તેવા પ્રકારે પરમાત્માનું સર્વ-શક્તિ છે, તેની ઉપપત્તિ માટે ત્રણ પ્રકારના આત્મા ગવામયમાં પ્રસિદ્ધ છેઃ * બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
તેમાં (૧) કાયામાં જેને આત્મબુદ્ધિ છે અને તેથી હું સ્કૂલ, હું કૃશ” ત્રિવિધ આત્મા ઈત્યાદિ પ્રકારે જે પ્રતીત થાય છે, તે કાય અથવા બહિરાત્મા છે.
(૨) કાયાદિકમાં જેને આત્મબુદ્ધિ નથી પણ આત્મામાં જ આત્મબુદ્ધિ છે, એટલે કાયાદિકમાં જે સાક્ષીરૂપ રહી તેને અધિષ્ઠાતા થઈને રહે છે, તે અધિષ્ઠાયક અથવા અંતરાત્મા છે. (૩) જ્ઞાનાનંદે જે પૂર્ણ પાવન અને સર્વ ઉપાધિથી રહિત છે, અને જે અતીન્દ્રિય ગુણરત્નના આકર છે, તે પરમાત્મા છે. આ ત્રણ પ્રકારના આત્મામાં બહિરાત્મા ધ્યાનને અધિકારી હોઈ ધ્યાતા થઈ શકતું નથી, અંતરાત્મા અધિકારી હેઈ ધ્યાતા હોય છે, અને પરમાત્મા તે ધ્યાનમાં લાવવા યોગ્ય એવા ધ્યેય છે. આમ ધ્યાનનો ઉપયોગ હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે બહિરાત્મભાવ ત્યજી, અંતરાત્મરૂપ થઈ, સ્થિર ભાવે પરમાત્માનું જે આત્મારૂપ ભાવવું, તે જ સમાપત્તિને વિધિ છે, આત્મ અપણને દાવ છે, “આતમ અરપણ દાવ.” જેમ અવિકાર એવા નિર્મલ દર્પણમાં પુરુષના સ્વરૂપનું અર્પણ થાય છે, તેમ નિર્વિકાર એવા નિમલ અંતરાત્મામાં પરમપુરુષ પરમાત્માના સ્વરૂપનું અર્પણ થાય છે, અર્થાત તે પરમાત્મસ્વરૂપ તેમાં પ્રગટ અનુભવરૂપે દેખાય છે. આ જ સમાપત્તિ છે. કાયાદિકે હો આતમ બુદ્ધ ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપસુગ્યાની; કાયાદિકે હે સાખીધર થઈ રહ્યો, અંતર આતમરૂપ સુગ્યાની. જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સકલ ઉપાધિ સુગ્યાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ સુગ્યાની. બહિરામ તજ અંતર, આતમરૂપ થઈ થિર ભાવ..સુગ્યાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુગ્યાની. સુમતિ ચરણકજ આતમ અરપણ, દરપણ જિમ અવિકાર..સુગ્યાની ” -શ્રી આનંદઘનજી
આ સર્વ પરથી ફલિત થાય છે કે બહિરાત્મામાં શક્તિથી પરમાત્મપણું છે, તેથી યથાયોગ્ય કારગે તેની વ્યક્તિને-આવિભવનો સંભવ છે. એટલે કે બહિરાત્મભાવ ત્યજી દઈ, નિર્મલ ને સ્થિર થયેલ અંતરાત્મા જો પરમેશ્વર-પરમાત્માનું એકાગ્ર ધ્યાન કરે, તે તેના અવલંબને ધ્યાતા ને ધ્યેયને અભેદ થાય, અર્થાત્ ધ્યાન
x"बाह्यात्मा चान्तरास्मा च परमात्मेति च त्रयः ।
कायाधिष्ठायकध्येयाः प्रसिद्धायोगवाङ्मये ॥"-500 "बहिरन्तः परश्चेति त्रिधात्मा सर्वदेहिषु । gવેચાત્તત્ર પર મપાયાહૂહિત્ય –સમાધિશતક,