________________
(૨૫૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
ઉપરમાં રાખ્યું હાય. તે તેમાં તેની તેવી ઝાંઈ-છાયા પડે છે, તેવી રંગછાયાથી તદ્રુપાપત્તિ-તદ્રુપપણાની પ્રાપ્તિ થાય છે; તેમ નિર્મલ ચિત્ત-રત્ન જેવુ ધ્યાન કરે છે, તેની તેવી છાયા તેમાં પડે છે, તે તે ભાવવામાં આવતી વસ્તુના ઉપરાગથી તેને તદ્નાપત્તિ-તદ્રુપપશુ' પ્રાપ્ત થાય છે. આમ જાતિવત નિલ સ્ફટિક રત્નની જેમ ક્ષીણવૃત્તિવાળાને (૧) તાર્થ્યથી ? અર્થાત્ તેમાં સ્થિતિરૂપ એકાગ્રપણાથી અને (૨) ‘તદ'જનપણાથી’ અર્થાત્ તેનું અંજન–રંગ લાગવારૂપ તન્મયપણાથી સમાપત્તિ હોય છે.
4
સમાપત્તિ
આ સમાપત્તિ× થવામાં ત્રણ મુખ્ય આવશ્યક શરત છે−૧) પ્રથમ તે સ્ફટિક રત્નની જેમ ચિત્ત ક્ષીણવૃત્તિવાળુ' નિમલ હેવુ જોઇએ. એમ હાય તે જ સમાપત્તિ થવાની ચેાગ્યતા પ્રાપ્ત થાય. ( ૨ ) એક લની પાસે મૂકેલા સ્ફટિકની જેમ, ભાવવામાં આવતા વિષય પ્રત્યે ચિત્તનું સ્થિર એકાગ્રપણુ કેમ થાય? થવુ જોઇ એ. આ ન હેાય તે સમાપત્તિ થાય જ કેમ ? ( ૩ ) અને પછી ફૂલની ૨ંગ–છાયા સ્ફટિકમાં પડે, તેમ તન્મયપણું થવુ જોઇએ, ધ્યાન વિષયના દૃઢ ભાવરગ લાગી જવા જોઈએ. આમ થાય ત્યારે જ સમાપત્તિ થાય. તેમજ આ સમાપત્તિ થવામાં આવશ્યક એવી જે આ ત્રણ શરત ( Essential conditions) કહી, તેમાં આગલી હોય તે પાછલીનું કારણ થાય છે. કારણ કે સૌથી પ્રથમ તે ચિત્તસત્ત્વ સ્ફટિક જેવુ અત્યંત નિલ-શુદ્ધ થવું જોઈએ, અર્થાંત્ ચિત્ત અત્યત સાત્ત્વિક પરિણામી થઇ જવું જોઈ એ. આમ જો ન થાય તે પત્થરમાં જેમ ફૂલની છાયા ન પડે, તેમ મલિન ચિત્તમાં પણ ભાવવા યેાગ્ય વસ્તુની છાયા ન પડે, સમાપત્તિ ન થાય. પણુ જ્યારે ચિત્ત નિર્મલક્ષીણવૃત્તિવાળું, સ્ફટિક જેવુ' પારદર્શક સ્વચ્છ (Crystal-clear) થઇ જાય, ત્યારે તે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતુ નહિ. હાવાથી સ્થિર થઇ એકાગ્રપણું પામે; અને આમ જ્યારે તે એકાગ્રપણું પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે. તાત્પર્ય કે ચિત્ત નિમલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય. આમ સમાપત્તિને ઉપક્રમ
X "मणिरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् ।
તાન્ધ્યાત્ત કારત્વાષ સમાઽત્ત: કથીર્ત્તિતા ૫ શ્રી યશા. કૃત દ્વા॰ દ્વા૦ ૨, ૧૦
* પાતંજલ યોગશાસ્ત્રની પરિભાષા પ્રમાણે ગ્રાહ્ય, ગ્રહણ અને ગૃહીત એમ ત્રણ પ્રકારની સમાપત્તિ છે. તેમાં ગ્રાહ્ય સભાપત્તિ નિવિચાર સમાધિ પય તે, ગ્રહણ સમાપત્તિ સાનંદ સમાધિ પ`તે, અને ગૃહીતુ સમાપત્તિ સાસ્મિત સમાધિ પતે વિશ્રામ પામે છે. વળી તેના ચાર પ્રકાર છે. (૧) સવિત', (૨) નિર્વિત, (૩) સવિચાર. (૪) નિવિ`ચાર. આ સમાપત્તિએ સ’પ્રજ્ઞાત સમાધિ (સવિકલ્પ) છે, અને તે જ ‘સખીજ’ સમાધિ કહેવાય છે. તેમાં છેલ્લી નિવિચાર સમાપત્તિનું નિમજ્ઞપણ' થયે અધ્યાત્મપ્રસાદ થાય છે, તેથી ઋતભરા પ્રજ્ઞા ઉપજે છે, કે જે શ્રુત-અનુમાન કરતાં અધિક હોય છે. તે ઋતંભરા પ્રજ્ઞાથી સંસ્કારાંતરના ખાધક એવા તત્ત્વસંસ્કાર ઉપજે છે, અને તેના નિરોધથી અસ’પ્રજ્ઞાત (નિવિ’કલ્પ) નામે સમાધિ ઉપજે છે. વિરામ પ્રત્યયના અભ્યાસથી અને નૈતિ નેતિ' એવા સંસ્કારશેષથી તે અસંપ્રજ્ઞાત સમાધિથી ચૈત્રય પ્રગટે છે-આત્માનુ કેવલ સ્વરૂપપ્રતિષ્ઠત્વ થાય છે. આમ નિવિચાર સમાપત્તિ-અભામપ્રસાદ→ ઋત'ભા પ્રજ્ઞા→ તત્ત્વસ સ્કાર-- અસપ્રજ્ઞાત સમાધિ → કૈવલ્ય, -આ ક્રમ છે. (વિશેષ માટૅ જુએ પાતંજલ, તથા યશોવિજયજીકૃત દ્વા. ક્રૂા. ૨૦).