Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૫૪)
ગદષ્ટિસમુચ્ચય અભિપ્રાય છે. કારણકે–ગુરુ આજ્ઞાને ત્યાગ કર્યો એટલે ભગવાનની આજ્ઞાને* ત્યાગ કર્યો, અને ભગવાનની આજ્ઞાને ત્યાગ કર્યો એટલે ઉભય લેકનો ત્યાગ કર્યો.” દાન તપ શીલ વ્રત, નાથ આણુ વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ...
ધન્ય તું ! ધન્ય તું ! ધન્ય જિનરાજ તું !” આણરંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીવ્ર વરી જે.”—શ્રી દેવચંદ્રજી.
આવું જે ગુરુ આજ્ઞાપૂર્વક કલ્યાણ કાર્ય હોય છે, તે અનુબંધવાળું હોય છે. એટલે કે તેથી ઉત્તરોત્તર વિશિષ્ટતા કલ્યાણની પરંપરા પ્રાપ્ત થયા જ કરે છે, પુણ્યાનુબંધી પુણ્યની ઉત્તરોત્તર ચઢતી કળા-અભ્યદય થયા જ કરે છે. આમ આ કલ્યાણકાર્ય આ લેક-પરલેકમાં હિતનું કારણ થાય છે, “લેકદ્રયહિતાવહ”—ઉભય લેકમાં હિતને ખેંચી લાવનારું બને છે.
“માઘા, આખર ત”—શ્રી જિનપ્રવચન.
આનું (ગુરુભક્તિનું) જ વિશેષથી પરમ ફલ કહે છે–
गुरुभक्तिप्रभावेन तीर्थकुदर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ॥ ६४ ॥ પ્રભાવથી ગુરુભક્તિના, તીર્થકર દર્શન માન;
સમાપત્તિ આદિ ભેદથી, મેક્ષનું એક નિદાન. ૬૪ અર્થ –ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિ ભેદે કરીને તીર્થકર દર્શન માન્યું છે,-કે જે મોક્ષનું એક નિબંધન-કારણ છે.
કૃત્તિઃ–ગુરુમત્તિકમાન-ગુરુભક્તિના પ્રભાવથી, સામર્થ્યથી, તેનાથી ઉપજેલા કર્મવિપાકથી, શું ? તે કે તીર્થદન મર-તીર્થકરનું દર્શન, ભગવંતનું દર્શન માન્યું છે-ઈષ્ટ ગણ્યું છે. કેવી રીતે ? તે કે સામેન-સમાપુત્તિ આદિ ભેદથી. સમાપત્તિ એટલે ધ્યાનથી સ્પશન, તે વડે કરીને. આદિ શબ્દથી તે નામકર્મના બંધ, વિપાક અને તભાવ આપત્તિની ઉપપત્તિનું ગ્રહણ છે. (એટલે કે તીર્થંકરનામકમને બંધ, ઉદય અને તીર્થંકરભાવની પ્રાપ્તિની યુક્તિયુક્તતાનું–ગ્યતાનું ગ્રહણ છે.) તે તીર્થકર દર્શન આવું વિશિષ્ટ છે-નિર્વાગૈનિવશ્વનભૂ-નિર્વાણનું એક નિબંધન-કારણ છે, અસાધારણ એવું અવંધ્ય (અચૂક) મેક્ષ કારણ છે.
• " गुरु आणाए चाए जिणवर आणा न हाइ णियमेण ।
सच्छंदविहाराणं हरिभद्देण जओ भणिअं ।। एअम्मि परिचत्ते आणा खलु भगवओ परिच्चत्ता । तीए अ परिचाए दुण्ड वि लेगाण चाओत्ति ॥"
શ્રી યશોવિજ્યજીત શ્રી તિલક્ષણસમુચ્ચય,