________________
દીમાદષ્ટિ: તવ શ્રવણથી સકલ કલ્યાણ
(૨૫૩) નિયમથી જ એથી કરી, નરેને સકલ કલ્યાણ
ગુભક્તિ સુખ યુક્ત જે, ઉભય લેક હિત સ્થાન. ૬૩ અર્થ :–અને એ-તત્ત્વકૃતિ થકી જ મનુષ્યને નિયમથી જ સકલ કલ્યાણ હોય છે,-કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બને લેકમાં હિતાવહ-હિત કરનાર એવું હોય છે. .
વિવેચન
તસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમઘનો.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
અને એ તત્ત્વશ્રતિ–તત્વશ્રવણ થકી જ નિયમથી જ મનુષ્યને પરોપકાર વગેરે સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કારણ કે સત્શાસ્ત્રના સદુપદેશશ્રવણથી જ પરેપકાર, દયા, દાન,
શીલ આદિના કલ્યાણકારી સંસ્કાર બીજ આત્મામાં રોપાય છે; અને તત્ત્વશ્રવણથી તેથી કરીને જ તેવા પ્રકારના નિર્મલ ચિત્ત-આશય પ્રગટે છે, મન:શુદ્ધિ સકલ કલ્યાણ થાય છે, અને તેના પરિણામે પરોપકાર આદિ કલ્યાણપ્રદ પ્રવૃત્તિ સંભવે છે.
અર્થ-કામની ૪ બાબતમાં તો લેકે વિના ઉપદેશે પણ ૫ટુ-હેશિયાર હોય છે, પણ ધર્મ તે શાસ્ત્ર-શ્રુતિ વિના થઈ શકતો નથી, એટલે તેમાં–તે કલ્યાણકર શાસ્ત્રમાં આપ્ત સત્પુરુષના વચનમાં આદર કરે તે હિતકારક છે,” પરમ કલ્યાણકારી છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું વચનામૃત છે કે –
“અહો ! પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિવિકલપ સ્વભાવના કારણભૂત, છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર,
ત્રિકાળ જ્યવંત વત્તે ! 39 શાંતિઃ શાંતિઃ શાંતિ” –શ્રીમદ રાજચંદ્ર
અને તે કલ્યાણ પણ ગુરુભક્તિના સુખથી યુક્ત એવું હોય છે, કારણ કે શ્રી સશુરુની આજ્ઞાથી જ કલ્યાણ હોય છે. પરોપકારાદિ કલ્યાણકાર્ય પણ શ્રીમદ્ ગુરુ ભગવાનની આજ્ઞાપૂર્વક કરવામાં આવે તે જ તત્ત્વથી–પરમાર્થથી વાસ્તવિક કલ્યાણરૂપ થાય છે; સ્વછંદ કરવામાં આવે તે વાસ્તવિક કલ્યાણરૂપ થતું નથી. એમ ભગવાન શાસ્ત્રકારને
x" उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । પરતુ ન વિના જ્ઞાતિ તત્રારો દ્વિતઃ !”—શ્રી ગિબિન્દુ,