Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રાદષ્ટિ: તાવિકી પરમાત્મ સમા૫ત્તિ; ત્રિવિધ આત્મા
( ર૫૭ ) છે. આમાં ચિત્તસ્થિરતા એ મધ્યવતી ગુણ છે, તેની કેટલી બધી મહત્ત્વતા છે એ સૂચવતું શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ તત્વગંભીર વચન છે કે—
બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.”
હવે સમાપત્તિ કેની ? કયા ધ્યાનવિષયની? તેને વિચાર કરવા યોગ્ય છે. ધ્યાનવિષય જો જડ હેય ને ધ્યાતા ચેતન હેય તે એને એકત્વપરિણામરૂપ મેળ કેમ બને?
માટે જડ વસ્તુને ધ્યાનથી તાવિક+ સમાપત્તિ થાય નહિં. તાત્વિક તાવિકી સમાપત્તિ તે આત્મા જે ભાવનાવિષય હોય તે જ થાય. અને પરમાત્મા પરમાત્મ એ શુદ્ધ આત્મા જ છે, એટલે પરમાત્માની* સમાપત્તિ જીવાત્મામાં સમાપત્તિ યુક્ત છે. હું છું તે પરમાત્મા છું, પરમાત્મા છે તે હું છું, “પરમાતમનું
હે આતમ ભાવવું' એવું અભેદ ધ્યાન ધરવાથી જીવાત્માને પરમાત્માની સમાપ્તિ થાય છે, કારણ કે દ્રવ્યથી આત્માની ને પરમાત્માની તારિક એકતા છે, એક ચેતન સ્વરૂપપણાથી સમાનતા છે, એટલે તેની સમરસીભાવરૂપ સમાપત્તિઅભેદ એકતા થવા યોગ્ય છે. એટલા માટે જ “જે અહંતને (શુદ્ધ આત્માને) સ્વદ્રવ્યગુણ-પર્યયથી જાણે છે, તે જ સ્વ આત્માને જાણે છે, અને તેને મોહ નિશ્ચય લય પામે છે,” એમ મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે. ___ " जो जाणइ अरहते, दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लय ।।" -શ્રી પ્રવચનસાર જે ઉપાય બહુવિધની રચના, ગમાયા તે જાણે ; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે....શ્રી અર” શ્રી યશોવિજયજી.
“પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય રે. ”—શ્રી દેવચંદ્રજી.
આમ પરમાત્માની સમાપ્તિ થાય છે તેનું કારણ એમ છે કે જીવમાં પિતાની અંતરંગ ઉપાદાનભૂત તેવી પરમાત્મ શક્તિ રહેલી છે. તેની વ્યક્તિ અર્થાત્ પ્રગટપણું વ્યક્ત-પ્રગટ પરમાત્માના તેવા પ્રકારે ધ્યાનરૂપ સામગ્રીસગથી હોય છે, પ્રગટ પરમાત્માનું ધ્યાનાલંબનરૂપ ઉત્તમ નિમિત્ત પામી જીવની તે ઉપાદાનશક્તિ પ્રગટ પરમાત્મપણે પરિણમે છે.
+" संप्रज्ञातोऽवतरति ध्यानभेदेऽत्र तत्त्वतः ।
તરિત્ર સમાપસર્નામેનો માચતાં વિના !” –ા, હા. ૨૦-૧૫ *" परमात्मसमापत्तिर्जीवात्मनि हि युज्यते ।
મેન તથાણાનાન્તશતિઃ || -દ્વા, દ્વા. ૨૦