Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૬૦)
ગદષ્ટિસમુચ્ચય આ પરમાત્મદર્શન પરમ દુર્લભ છે. આ પરમાત્મદર્શનની પ્રાપ્તિથી પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આનંદઘનજીએ ગાયું છે કે
“ચંદ્રપ્રભુ મુખ ચંદ રે સખી ! દેખણ દે ! ઉપશમ રસને કંદ...સખી. સેવે સુર નર ઇંદ.સખી. ગતકલિમલ દુઃખ હેં..રે સખિ. સુહમ નિગોદ ન દેખિ સખિ. બાદર અતિહિ વિશેષ...રે સખી. પઢવી આઉ ન પેખિયે...સખિ.
તેલ વાઉ ન લેશ રે....સખી.” ઈત્યાદિ, (જુઓ. પૃ. ૧૪૭). આ તીર્થકરદર્શનની પ્રાપ્તિ વિના જ આ જીવ અનાદિ કાળથી આ સંસારમાં રખડડ્યો છે, અને તેની પ્રાપ્તિ થયે જ આ જીવને સંસારથી વિસ્તાર થાય છે. અને તેની પ્રાપ્તિ પણ નિમલ સાધુભક્તિ વિના-સંત સદ્ગુરુની ભક્તિ વિના થતી નથી.
જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે,
તુજ દરિશણ વિણ હું ભમે, કાળ અનંત અપાર રે.”-શ્રી દેવચંદ્રજી “નિગ્રંથ ભગવાને પ્રણતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે ૪૪૪ શી એની શૈલી !”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૧. (ર) આવું પરમ અદ્દભુત ને પરમ દુર્લભ તીર્થ કરદશન એટલે શું ? તેના અનેક અર્થ ઘટે છે. જેમકે-(૧) પ્રભુની મુદ્રાનું–વીતરાગભાવસૂચક તદાકાર રસ્થાપનારૂપ પ્રતિમાનું દર્શન,
(૨) તીર્થ કરના ગુણસ્વરૂપનું સામાન્યપણે સ્થૂલ દર્શન, (૩) તત્ત્વનું યથાર્થ તીર્થકર દશ દર્શન કરી તત્વદ્રષ્ટા તીર્થ કરે યથાવત્ પ્રરૂપેલ તત્ત્વદર્શન, (૪) તેમના નના વિવિધ પરમાત્મ સ્વરૂપનું સાક્ષાત્ દર્શન-સાક્ષાત્કાર, ઈત્યાદિ પ્રકારે આ દર્શનને અર્થ પ્રત્યેક પ્રકાર અનંતર કે પરંપર રીતે પરમ ઉપકારી છે. તેમાં પ્રથમના
ત્રણ પ્રકાર પણ અનુક્રમે ચેથા પ્રકારના કારણરૂપ થવાથી ઉપકારી થાય છે. અને આવું આ પરમ ઉપકારી તીર્થંકરદર્શન પણ પરમ પરમ ઉપકારી શ્રીમદ્ સદગુરૂથી જ સમજાય છે, માટે મોટામાં મોટો ઉપકાર શ્રીમદ્ સદ્દગુરુ ભગવાનને જ છે.
સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વિણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ.”–શ્રીમદુરાજચંદ્રજી પ્રણીત
શ્રી આત્મસિદ્ધિ