________________
દોમાદષ્ટિ : અતશ્રવણ ખારૂ જલ- તકૃતિ મધુર જલ
(૨૫૧) ચાર ગતિરૂપ જ્યાં મેટા આવર્તે છે અને દુઃખરૂપ દાવાનલ જ્યાં પ્રજ્વલી રહ્યો છે, એવા આ ભવસાગરમાં પ્રાણીઓ બિચારા નિરંતર ભમી રહ્યા છે. એક રૂપ છોડીને બીજા ગ્રહણ કરતે આ યંત્રવાહક જીવ, રંગભૂમિ પર નાટકીઆની જેમ નિરંતર નવનવા વેષ ધારણ કરી, આ ભવમંડપમાં નાટક નાચી રહ્યો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ ને ભાવ એમ પાંચ પ્રકારના પરાવર્તનવડે આ સંસાર દુઃખથી ઠાંસી ઠાંસીને ભરેલ છે. અનાદિ કાળથી ભ્રમણ કરતા આ જીવે ત્રણ-સ્થાવર યોનિઓમાં સર્વની સાથે સર્વ સંબંધે પ્રાપ્ત કર્યા છે. , દેવલેકમાં કે મનુષ્ય લેકમાં, તિર્યંચમાં કે નરકમાં એવી એક પણ યોનિ નથી, એવું એક પણ રૂપ નથી, એવો એક પણ દેશ નથી, એવું એક પણ કુલ નથી, એવું એક પણ દુઃખ નથી, એવું એક પણ સુખ નથી, એ એક પણ પર્યાય નથી કે જ્યાં નિરંતર ગમનાગમન કરી આ જીવ ખંડિત ન થયે હેય’ *
“આ વિચિત્ર સંસારમાં દેવ આકંદ કરતે નીચે પડે છે ને શ્વાન સ્વર્ગે ચડે છે! શ્રોત્રિય બ્રાહ્મણ કૃત બને છે, વા કૃમિ કે શ્વપાક ચાંડાલ ઇંદ્ર બને છે ! રાજા કીડે થાય છે ને કીડે ઇંદ્ર બને છે ! આમ કર્મથી બલાત્કારે પ્રાણીના પરાવર્તન થાય છે ! અરે ! આ વિષમ સંસારમાં માતા હોય તે મૃત્યુ પામીને પુત્રી બને છે ! બહેન હોય તે સ્ત્રી થાય છે! તે સ્ત્રી વળી પુત્રી તરીકે અવતરે છે ! પિતા હોય તે પુત્રરૂપે જન્મે છે! તે પુત્ર વળી મરીને પૌત્ર પણ બને છે!” આમ આ સંસાર ખરેખર ! સાવ અસાર છે. આવા અનિત્ય, અશરણ, દુઃખમય, વિચિત્ર ને વિષમ સંસારને ધિક્કાર ! ધિક્કાર છે ! - ઈત્યાદિ પ્રકારે આ વિવેકી વૈરાગ્યવંત પુરુષ ભાવે છે. એટલે તેને સમસ્ત સંસાર સંબંધ ખારો લાગે એમાં શું નવાઇ? અને તેથી ઉભગીને, વિરક્ત થઈ, તે આ સંસારસમુદ્રના ખારા પાણીને ત્યાગ કરવાને પ્રવર્તે એમાં શું આશ્ચર્ય ?
વળી જે અતત્ત્વશ્રવણું છે તે પણ ખારા પાણું સમાન છે. અનાદિ કાળથી આ જીવે અતત્ત્વશ્રવણરૂપ ખારું પાણી પીધા કર્યું છે, તેથી જ તેના અંતરમાં સાગનું
બીજ રોપાયું નથી, કારણ કે મિથ્યાત્વવાસનાથી વાસિત એવું અતત્વ અતત્ત્વશ્રવણ- જ્યાં સુધી જીવ સાંભળ્યા કરે, ત્યાં સુધી જીવને સંસ્કાર ઊગે જ કેમ? ખારૂં જલ આ જીવે શ્રવણ કરવામાં તો કાંઈ બાકી રાખ્યું નથી, પણ તે તે તેણે
*"चतुर्गतिमहावत्त दुःखवाडवदीपिते । भ्रमन्ति भविनोऽजस्रं वराका जन्मसागरे । रूपाण्येकानि गृह्णाति त्यजत्यन्यानि सन्ततम् । यथा रङ्गेऽत्र शैलूषस्तथायं यन्त्रबाहकः ॥ सर्वैः सर्वेऽपि संम्बन्धा संप्राप्ता देहधारिभिः । अनादिकालसंभ्रान्तैस्त्रसस्थावरयोनिषु ॥ भूपः कृमिभवत्यत्र कृमिश्वामरनायकः । शरीरी परिवर्तत कर्मणा वञ्चितो बलात् ॥ माता पुत्री स्वसा भार्या सैव संपद्यतेऽङ्गजा । पिता पुत्रः पुनः सोऽपि लभते पौत्रिकं पदं ॥”
–થી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ,