________________
(૨૫૨ )
ગદષ્ટિસમુચ્ચય કામગ અનુબદ્ધ-વિષય સંબંધી અસકથા જ શ્રવણ કરી છે, પણ તેણે કદી “સત્ ” સુચ્યું નથી, તેથી જ તેનું અત્યારસુધી અકલ્યાણ થયું છે. પણ હવે અત્રે આ દષ્ટિને પામતાં જીવ આ અતત્ત્વશ્રવણરૂપ ખારા જલને તિલાંજલિ આપે છે.
અને જે આ ખારા પાણીને ત્યાગ થાય છે, તેની સાથે સાથે તવશ્રુતિ-તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણુને જેગ પણ બને છે, એટલે અહીં બોધ-બીજ ઊગી નીકળે છે. અત્રે તત્ત્વકૃતિ એટલે તત્વના પ્રતિપાદક એવા તત્ત્વશાસ્ત્ર-પરમાર્થશાસ્ત્ર તે મધુરાં-મીઠા જલના જોગ તત્ત્વશ્રતિ સમાન છે અને તેના બીજા અર્થમાં લઈએ તે તત્ત્વકૃતિ (= તત્વશ્રવણ) મધુર જલ તે પણ તત્વશ્રુતિના-તત્ત્વશાસ્ત્રના અંગરૂપ હેઈ, મધુર જલના જોગ બરાબર
છે. આમ તત્ત્વશાસ્ત્ર તથા તત્વશાસ્ત્રદ્વારા થતું તત્વશ્રવણ તે બન્ને મીઠા પાણી જેવા છે. અને તત્ત્વશ્રુતિદ્વારા જે તત્ત્વશ્રવણ કહ્યું, તેમાં સદ્દગુરુનું ગ્રહણ અંતર્ભાવ પામે છે. કારણ કે સાંભળવાની ક્રિયા તો કઈ બેસે ત્યારે થાય, એટલે તત્ત્વશ્રુતિના–પરમાર્થ શાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તે શ્રીમદ્દ સરુ જ હેઈ, તેના શ્રીમુખે જ મુખ્ય કરીને તત્ત્વશ્રવણને જોગ બની શકે છે, અથવા સદ્દગુરુ વિરહે અર્થગ્રહણરૂપ શ્રવણુ પરોક્ષ સગુરુ સપુરુષે પ્રણીત કરેલા વચનામૃત–પરમકૃત દ્વારા પણ થાય છે. તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ?”–શ્રી આનંદઘનજી.
“આત્માદિ અસ્તિત્વના, એહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ નહિં, ત્યાં આધાર સુપાત્ર, અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.”
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ.
આનો (તત્વશ્રુતિને ) જ ગુણ કહે છે
अतस्तु नियमादेव कल्याणमखिलं नृणाम् ।
गुरुभक्तिसुखोपेतं लोकद्वयहितावहम् ॥६३॥ કૃત્તિ-સત્તરતુ અને આથી કરીને જ, એટલે કે તત્વશ્રુતિ થકી જ, શું? તો કે—નિરમા દેવ ચાળ-નિયમથી જ કલ્યાણ. પરોપકાર આદિ, અણિરું કૂણાં-બધુંય નરેને-મનુષ્યોને હોય છે. -તત્વશ્રુતિ થકી તથા પ્રકારના આશયભાવને લીધે. તેનું જ વિશેષણ કરે છે: "મરિગુણોત્ત-ગુરુભક્તિના સૂ યા એવું કલ્યાણ, તેની આજ્ઞાથી તેના કરણનું-કરવાનું તત્તવથી કયાણપણું છે, તેટલા માટે. એટલા માટે જ કહ્યું : ચિહિતા દમ-ઉભય લેકમાં હિતાવહ-ડિત આણનારૂં-અનુબંધનું ગુરુભક્તિદ્વારા સાયપણું છે, તેને લીધે.