________________
(૨૪૮)
ગદષ્ટિસમુચ્ચય ખારા પાણી સમ બધે, ભવો અહીં જાણ;
તવશ્રુતિ તે તે મીઠ, જલના જોગ સમાન, ૬૨ અર્થ—અને અહીં ખારા પાણી સરખો સકલ સંસાર યુગ માન્ય છે, તથા તત્ત્વશ્રુતિને મધુર જલના યોગ સમાન માની છે.
વિવેચન ખાર ઉદક સમ ભવ ત્યજેસ્ટ’–શ્રી જે. ઇ. સ. ઉપરમાં જે ખારું પાણી–મીઠું પાણી વગેરે કહ્યું, તે શું? તેનું અત્ર સ્પષ્ટીકરણ કર્યું છે. સમસ્ત સંસાર યોગ-સકલ સંસારપ્રસંગ છે, તે ખારા પાણી બરાબર છે. અતત્ત્વશ્રવણરૂપ
સંસારપ્રસંગ પણ તેમજ ખારા પાણી જેવો છે. ખારા પાણીના ગે બીજ સંસાર ઊગે નહિં, બળી જાય, તેમ સંસારપ્રસંગ અથવા અતત્ત્વશ્રવણરૂપ ખારા ખારૂ પાણી પાણીના વેગથી પુણ્યબીજ વા બેબીજ ઊગે નહિં, પણ બળી જાય.
જ્યાં લગી આ સંસાર સમુદ્રનું ખારું પાણી પીવાની હોંશ મનુષ્ય ધરાવે, ત્યાં લગી બેધબીજ પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત છે. જ્યાં લગી આ ખારૂં પાણી પીવાનું છોડી દઈ, ચિત્તમાં દઢ વૈરાગ્યરંગ ન લાગે, ભવેઢેગ ન ઉપજે, ત્યાં લગી જ્ઞાનને ઉદ્દભવ થે સંભવ નથી.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ
અને વિવેકીને મન તે આ સંસારસાગર ખરેખર ખારે જ લાગે છે, પ્રતિક્ષણે તેને તેને તે કડ અનુભવ થાય છે, એટલે તે ક્ષણભર પણ તે સંસારમાં રહેવાને ઇચ્છતે નથી. કારણ કે તે વૈરાગ્યભાવના ભાવે છે કે
આ સંસાર સમુદ્રમાં * ઉપજતા સર્વ સંબંધે મનુષ્યોને વિપદાના સ્થાન થઈ પડે * " भवाब्धिप्रभवाः सर्वं संबंधा विपदास्पदम् । संभवन्ति मनुष्याणां तथान्ते सुष्ठु नीरसाः ॥ वस्तुजातमिदं मूढ प्रतिक्षणविनश्वरम् । जानन्नपि न जानासि ग्रहः कोऽयभनौषधः ॥ यद्वद्देशान्तरादेत्य वसन्ति विहगा नगे ! तथा जन्मान्तरान्मूढ प्राणिनः कुलपादपे॥ प्रातस्तरुं परित्यज्य यथैते यान्ति पत्रिणः । स्वकर्मवशगाः शश्वत्तथैते क्वापि देहिनः ॥ शरीरं शीर्यते नाशा गलत्यायुर्न पापधीः । मोह : स्फुरति नात्मार्थः पश्य वृत्त' शरीरिणाम् ॥"
શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ, આ ભાવનાઓનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવમાં, શ્રીમદ્ રાજચંદ્રજીત ભાવનાવબોધમાં, અને શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીકૃત શ્રી શાંતસુધારસમાં અત્યંત વિસ્તારથી વર્ણવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે સ્થળે જોવું. અને તેના આધારે સંક્ષેપમાં કહ્યું છે..