Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૪૪)
ગદષ્ટિસમુચય શ્રી શીતલ જિન ભેટિયે, કરી ભક્ત ચોકખું ચિત્ત હો.”—શ્રી યશોવિજયજી. “શુદ્ધાશય પ્રભુ થિર ઉપગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત રસ ધામy.”—શ્રી દેવચંદ્રજી.
અને આમ જ્યારે ચિત્તની પાટી ચોકખી (Clean Slate) થાય છે, ત્યારે જ તેમાં તત્ત્વશ્રવણરૂપ અક્ષર લખાય છે, ત્યારે જ જીવ તત્ત્વશ્રવણનું યોગ્ય પાત્ર બને છે. એટલે તે મુમુક્ષુ જોગીજન તત્વશ્રવણમાં તત્પર-ઉઘુક્ત થાય છે, ધર્મતત્ત્વ સાંભળવાને રસીઓ થાય છે. આ આખું જગત્ “ધર્મ ધર્મ” એમ કહેતું ફરે છે, પણ આ ધર્મને મર્મ કઈ જાણતું નથી, માટે આ ધર્મ એટલે શું? ધર્મનું વાસ્તવિક તત્ત્વસ્વરૂપ શું? ઈત્યાદિ તત્ત્વવાર્તા સદ્ગુરુમુખે શ્રવણ કરવામાં એ સદા ઉત્કંઠિત રહે છે.
એટલે શ્રી સદ્ગુરુ ભગવાન પ્રકાશે છે કે –“રઘુવો ધમો’–‘વસ્તુને સ્વભાવ તે ધર્મ.” આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ, એટલે કે આત્માનું સ્વ-સ્વભાવમાં વર્તવું
તેનું નામ ધર્મ. જે જે પ્રકારે આત્મા સ્વભાવમાં–આત્મભાવમાં આવે તે વસ્તુધર્મ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ
ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થા નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત-અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હોઈ, સંવરનિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધાય ધર્મના પ્રકાર છે. અને પછી સર્વ પ્રદેશે કર્મને અભાવ થઈ, પૂર્ણાનંદસ્વરૂપ જે આત્મગુણની સંપૂર્ણતા થવી, સહજાન્મસ્વરૂપની પૂર્ણ પ્રગટતા થવી, તે અનુપમ એ સિદ્ધ સ્વભાવરૂપ ધર્મ છે. આમ સાધ્ય એવા વસ્તુ ધર્મનું સાધન કે સિદ્ધિ તે જ ખરો ભાવધર્મ છે. બાકી નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ, ક્ષેત્રધર્મ, કાલધર્મ, વગેરે જે ધર્મના પ્રકાર છે, તે તો જે ભાવધર્મના હેતુરૂપ થતા હોય તે ભલા છે-રૂડા છે, નહિં તે ભાવ વિના એ બધાય “આલ” છે, મિથ્યા છે, વ્યર્થ છે. આવા શુદ્ધ વસ્તુધર્મને–આત્મધર્મને અથવા તે શુદ્ધ ધર્મ જેને પ્રગટ્યો છે એવા ધર્મમૂર્તિ પ્રભુને જે જાણી, સહીને આરાધે છે, તે પછી કર્મ બાંધતે નથી, ને તેને વસ્તુ સ્વભાવરૂપ ધર્મ પ્રગટે છે.
સ્વામી સ્વયંપ્રભને હું જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુધર્મ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર સ્વામી. નામ ધર્મ હો ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવ ધર્મના હા હેતુપણે ભલા, ભાવ વિના સહુ આલ.... સ્વામી.