Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રાદષ્ટિ: ધમનું શરણાગ બીજ પ્રહ
(૨૪૫) શ્રદ્ધા ભાસન હો તત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ
દેવચંદ્ર હે જિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ...સ્વામી.”–શ્રી દેવચંદ્રજી. “ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ....જિનેસર ! ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ..જિનેસર !
ધર્મ જિનેસર ગાઉં રંગશું.”—શ્રી આનંદઘનજી. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે...જીવે ધર્મ પિતાની કલ્પનાવડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જેગ, કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
- ઈત્યાદિ પ્રકારે જ્યારે સદગુરુ ધર્મની વ્યાખ્યા કરે છે, ધર્મનું તત્ત્વસ્વરૂપે પ્રગટ કરે છે, ત્યારે આ મુમુક્ષુ શ્રોતા પુરુષ તન્મયપણે-તત્પરપણે તે શ્રવણ કરે છે. અને પ્રાણથી પણ પરમ એવા તે ધમને બલથી જ માન્ય કરે છે, તે ધર્મ પ્રત્યે એને એ પ્રેમપ્રવાહ વછૂટે છે કે તેના સ્વીકાર વિના તેને ચાલતું નથી. કારણ કે તે તેને સ્વભાવ છે, એટલે તે અનાયાસે જ-સહજ સ્વભાવે જ પ્રાણાધિક ધર્મનું શરણ ગ્રહે છે, અને ભાવે છે કે “શાધિ માં -વાં ગાર્ન' હે ધમ ! ત્યારે શરણે આવ્યો છું, તું મારું રક્ષણ કરો અને આમ જે ધર્મની રક્ષા કરે છે, તેને ધર્મ રક્ષે છે. “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' “ સર્વને ધમ સુશણું જાણી, આરાધ્ય! આરાધ્ય ! પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્યા હાશે.”_શ્રીમદ્ રાજચંદ્રજી.
તે શ્રવણ ગુણ કહે છે–
क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेनरः ॥६॥ ખારા જલના ત્યાગથી, મધુર ભેગે જેમ;
પામ બીજ પ્રરોહને, તત્વશ્રવણથી તેમ ૧ વૃત્તિ:ક્ષા/મરરંથારો ચહ્ન મધુરોri:-ખારા પાણીના ત્યાગથી, મધુર—મીઠા પાણીના ગથી જેમ – તેના માધુર્યનું સ્પષ્ટ સંચિતિથી સંવેદનાથી અજાણપણું છતાં, વીગં ઘરોમાધરો–બીજ પ્રહ ધારે છે–પામે છે, (બીજ ઊગી નીકળે છે) તતૂર તરવશ્રુતેર્નરઃ–તેની જેમ તત્ત્વશ્રુતિથી નર (પ્રહ પામે છે),–તત્વશ્રુતિના અચિન્ય સામર્થ્યથકી મહાપ્રભાવપણાને લીધે.