________________
(૨૩૮)
ગદષ્ટિસમુચ્ચય પર અથડાવારૂપ શબ્દશ્રવણ તે એટલું બધું કર્યા કર્યું છે કે તેના કાનના પડદા પણ ગૂટી ગયા છે ! તે પણ તેને બ્રહ્મજ્ઞાન થયું નથી ! કારણ કે ખરૂં તત્ત્વશ્રવણ થયું જ નથી, અર્થગ્રહણ–ભાવગ્રહણરૂપ અંતરાત્માથી શ્રવણ થયું જ નથી. શ્રી અખાભક્ત માર્મિક વચન કહ્યું છે કે-કથા સૂણી સૂણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
ભાવરેચક આદિ ગુણ કહે છે –
प्राणेभ्योऽपि गुरुधर्मः सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थ न धर्म प्राणसंकटे ॥ ५८ ॥ પ્રાણથીય મોટો ગણે, નિ:સંશય અહિં ધર્મ;
ધર્મ અર્થ પ્રાણ ત્યજે, પ્રાણસંકટ ન ધર્મ, ૫૮, અર્થ-આ દષ્ટિ હતાં, પ્રાણ કરતાં પણ ધર્મને નિઃસંશય ગુરુ-મોટો માને; ધર્મને અર્થે પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે ધર્મ ન છોડે.
વિવેચન ધમ અર્થ અહી પ્રાણને જી, ડે-પણ નહિ ધર્મ પ્રાણ અથે સંકટ પડે છે, જુઓ ! એ દૃષ્ટિને મર્મ..મન”—૨ દ૦ સઝાય-૪–૩
આ દષ્ટિમાં વર્તનાર યોગીને મન નિઃસંશયપણે પ્રાણ કરતાં પણ ધર્મ ઘણું વધારે મેટો લાગે છે, ધર્મનું માહાત્મ પ્રાણ કરતાં પણ અધિક ભાસે છે. આખા જગતમાં
હાલામાં વહાલી વસ્તુ પ્રાણુ ગણાય છે, તે પ્રાણની જાળવણી અર્થે પ્રાણુથીય સમસ્ત જગત્ પ્રવૃત્તિ કરી રહ્યું છે, ને તેની રક્ષા માટે ગમે તે કરવા ધર્મ પ્રિય તે તૈયાર રહે છે. પણ આ જોગીજનને તે આવા પ્રિયતમ પ્રાણ કરતાં
પણ ધર્મ વધારે પ્રિય ભાસ્યમાન થાય છે. એટલે જ તે ધર્મની ખાતર પ્રાણ પણ છોડી દેવા પડે- છાવર કરવા પડે, તે તે આંચકે ખાતો નથી, અને પ્રાણસંકટ આવી પડે, પ્રાણ જવાને પ્રસંગ આવી પડે, તે પણ તે પ્રાણ બચાવવાની ખાતર ધર્મને છેડતું નથી. પ્રાણની કે ધર્મની રક્ષા કરવાની હોય, તો તેની પ્રથમ પસંદગી ધર્મરક્ષા પર ઉતરે છે, પ્રાણના ભોગે પણ તે ધર્મનું પરિપાલન કરે છે. જેમકે –
“રઘુકુલ રીતિ સદા ચલી આઈ,
પ્રાન જાય અરુ બચન ન જાઈ.”—શ્રી તુલસીદાસજીકૃત રામાયણ. તૃત્તિ –ાખ્યોતિ–પ્રાણથી પણ, ઈદ્રિય આદિ પ્રાણી કરતાં પણ, ગુરુ-ધર્મ ગુરુ, મહત્તર, વધારે મોટો હોય, સરનામામ–આ અધિકૃત દષ્ટિ-ડીઝા હેતે સતે, અલંકાયમૂ-અસંશયપણે, આ કયાંથી ? તે માટે કહ્યું-કાળાંત્યાતિ ધર્માર્થ—ધર્મ અથે પ્રણે ત્યજે છે -તરવર્ગ પ્રવૃત્તિવડે કરીને, (પણ) ન ધર્મ કારંવ-પ્રાણસંકટે ધર્મ ન ત્યજે-તવઉત્સગ પ્રવૃત્તિવડે કરીને જ