Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમાદષ્ટિ : “ધમપ્રેમ એ જ સાચે પ્રેમ છે, જે જ્યાંની તે ત્યાં રહી
(ર૪૧) બાકી બીજા બધા કહેવાતા સ્વજન-સંબધી તે દેહના સંબંધી હોઈ, દેહ નષ્ટ થતાં તેની સાથે જ નષ્ટ થાય છે, દેહપર્યાય છૂટી જતાં તે તે સંબંધ પણ છૂટી જાય છે. સ્વજનાદિ તે મૃતદેહને બાળી-જાળી સ્મશાનમાંથી પાછા વળે છે, સ્નાન-સૂતક કરી, દા'ડે–પવાડે કરી, થોડો વખત સાચો-બેટે સ્વાર્થમય ખેદ કરી, મરનારના નામની મોટી પિક મૂકી પિતાના સ્વાર્થને રડતા રહી, થડા વખત પછી મરનારના નામને પણ વિસરી જાય છે ! અરે ! એટલું જ નહિ, પણ કેટલીક વાર તે મરનારના નામે, મરનારની મિલકત માટે અનેક પ્રકારના ઝઘડા કરે છે, કોર્ટ-કજી આ ઊભા કરે છે, ને મરનાર પાછળ ભવાડા કરી તેના નામને જગબત્રીશીએ ચઢાવે છે! ફજેતી કરે છે ! સાક્ષરવર્ય શ્રી સ્વ. મનસુખભાઈએ વેધક શબ્દોમાં આ અંગે આબેહૂબ ચિતાર ખડે કર્યો છે કે
ચેતન ! તારા જવા પછી એ શું કરે છે? તું જે તેઓને માટે આખો ભવ ધૂળ ઘાલી રવ્યો, ખો, તેનું તે ગમે તે થાઓ; સારી ગતિ થાઓ કે માઠી ગતિ થાઓ, તેને તે તેઓને વિચાર પણ નથી. પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફેડ કરે છે; તે હેંચી લે છે; તે વહેંચણીમાં તેફાન કરે છે; કેઈ ને ઓછું મળે છે, કેઈ ને વધારે મળે છે,–આથી વિરોધ થાય છે. કોઈ તને જશ આપે છે, કે તારાથી ચેડાં કાઢે છે. આમ પછવાડે તારા પ્રતિ વીતક થાય છે, વીતે છે. પિતાનું સુખ ગયું જાણી સ્ત્રીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામને છેડે તાણે છે. પુરુષે પણ તારા સંબંધરૂપ નામ યાદ કરી, કેઈ ભાઈ કહી, કેઈ બેટા કહી, તને લાંબા સાદે યાદ કરે છે; પણ કઈ એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ? તું કઈ ગતિમાં પડ્યો? તારું શું થયું? તું સુખી છે કે દુઃખી ? એને ચેતન! કઈ વિચાર કરતું નથી. ” (ઈત્યાદિ )*-શ્રી મનસુખભાઈ કિરતચંદ્રકૃત શાંતસુધારસ વિવેચન, મૃત્યુ સુધારક બેધ, પૃ. ૪૬.
આપ મુઆ પી છે, ડૂબ ગઈ દુનીયા.”–સંત બીરજી
આમ પોતપોતાના સ્વાર્થને આશ્રયીને જગતમાં સર્વ કઈ પ્રીત-સગાઈ કરે છે, પણ તે બધી પ્રીત–સગાઈ સાચી નથી–ટી છે, માયાજાલરૂપ છે, એ સોપાધિક પ્રીતમાં કાંઈ માલ નથી–કાંઈ કિંમત નથી. ખરી પ્રીત-સગાઈ તો નિરપાધિક છે, સ્વાર્થ આદિ ઉપાધિથી રહિત છે, કેવળ પરમાર્થ પ્રેમમય છે. “પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈ ન કેય;
પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન ખોય-રાષભ.” શ્રી આનંદઘનજી * " प्रतापापन्नं गलितमथ तेजोभिरुदितैर्गतं धैर्योद्योगैः लथितमथ पुष्टेन वपुषा। प्रवृत्तं तद्रव्यग्रहणविषये बांधवजनैर्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥"
શ્રી વિનયવિજયજીત શ્રી શાંતસુધારસ,