Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૧૯૬)
યોગદષ્ટિસમુચય “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રીમદ્ રાજચંદ્રજી
શુદ્ધ આલંબન આદરે, ત્યજી અવર જજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રે...શાંતિ”
–શ્રી આનંદઘનજી અને આમ આ મુમુક્ષુ પુરુષ જેમ ઉચિત કર્તવ્ય કરવા ચૂકતા નથી, તેમ તે અનુ ચિત ક્રિયા પણ કરતે નથી. તે જાણી બૂઝીને સૂમમાં સૂક્ષ્મ જીવને પણ હણુ નથી,
તે મેટા ધૂળ જીવને તે કેમ જ હણે? અજાણતાં પણ કોઈ જીવને અનુચિત તે દૂભવવા ઇચ્છતું નથી, તે જાણીને તે કેઈની લાગણી પણ કેમ અકર્તવ્ય ભવે ? તે સ્વપ્નમાં પણ ખોટું બોલવા ઈચ્છતા નથી, તે જાણું બૂઝીને
પ્રતિજ્ઞાભંગ કેમ કરે? અન્યાયથી અપ્રમાણિકપણે ધન કમાઈને પાપને ગાંસડે કોના માટે બધી જ છે, એ જે વિચાર કરે છે, તેને પરદ્રવ્યની ચેરી કરવાની ઈચ્છા પણ કેમ થાય ? વ્યભિચાર આદિથી ઉપજતા ધનહાનિ, માનહાનિ, રેગાપત્તિ વગેરે દોષ પ્રત્યક્ષ દેખતાં છતાં, તે પરસ્ત્રી પ્રત્યે આડી આંખે જુએ પણ કેમ ? આરંભ પરિગ્રહની પ્રપંચનાલમાંથી જેમ બને તેમ જે જલ્દી છૂટવા ઈચ્છતો હોય, તે એને લાંબે પથારો શું કામ પાથરે ?
આમ જેને સંસારનો ઝાઝો ભય હવે રહ્યો નથી, એ આ મુમુક્ષુ પુરુષ ઉચિત કૃત્ય કરે છે, ને અનુચિત કરતા નથી, કારણ કે તે એ સરળપરિણમી હોય છે, કે તે સેનાની પેઠે જેમ વાળીએ તેમ વળે છે. “અનુચિત તેહ ન આચરે મન વાળે વળે જિમ હેમ રે મન”—શ્રી રોગ સઝાય ૨-૩
એમ–
कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता ।
तुल्ये निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥४६॥ વૃત્તિ:- -કામાં, ધ્યાન આદિ કયમાં, અધિ-અધિકમાં,–પિતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક એવા કયમાં,-અધિanતે-અધિગત એટલે આચાર્ય આદિ અધિક-ચઢીયાતામાં (ગુણવંતમાં) વર્તતા, એવા કૃત્યમ, વિજ્ઞાન-આની જિજ્ઞાસા, આ આમ કેમ એવી જાણવાની ઈચ્છા હોય છે; ઢાઢણાવિત્તા-લાલસા સહિત, એટલે કે અભિલાષાના અતિરેકથી યુક્ત એવી જિજ્ઞાસા. (પિતાનાથી ચઢીયાતી દશાવાળાની ચઢીયાતી ક્રિયા દેખી, આ આમ કેમ હશે તે જાણવાની તીવ્ર ઈચછા ). તુજે-વંદનાદિ તુલ્ય-સરખા કૃત્યમાં, નિને તુ-પિતાના જ, વિવારે-વિકલ, કાર્યોત્સર્ગીકરણ વગેરેવડે વિક–ખામીવાળા, સંત્રા-સંત્રાસ આત્મામાં હોય છે. હું હાનિવિરોધક છું એમ આત્મામાં અત્યંત ત્રાસ છૂટે છે. પાર્વતઃ-ઠેષ રહિત,-અધિક મયે દ્વેષ રહિત એ સંત્રાસ–પ્રસ્તુત દષ્ટિના સામર્થ્યને લીધે. (બનેની એક સરખી ક્રિયા છતાં, પિતાની કિયા ખામીવાળી દેખી, પિતાના કામમાં ત્રાસ છુટે છે, અને તેમાં અધિક ગુણવંત પ્રત્યે દ્વેષ હોતો નથી)