Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીપ્રાદેષ્ટિ
બલા કહી. હવે દીપા કહે છે.
प्राणायामवती दीपा न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता सूक्ष्मबोधविवर्जिता ॥ ५७ ॥ પ્રાણાયામ દીપ્રામહી, ન યોગનું ઉત્થાન;
શ્રવણ તત્ત્વનું હોય પણ, ન સૂક્ષ્મ બેધસ્થાન, ૫૭, અથડ–દીપ્રા દષ્ટિમાં પ્રાણાયામ હોય છે, યોગનું ઉત્થાન સર્વથા હોતું નથી; અને તે તત્ત્વશ્રવણથી સહિત, પણ સૂક્ષ્મ બેધથી રહિત એવી હોય છે.
વિવેચન
“યોગદષ્ટિ થી કહીજી, દીપ્રા તિહાં ન ઉત્થાન પ્રાણાયામ તે ભાવથીજી, દીપ પ્રભા સમ જ્ઞાન.....
મમેહન જિનજી ! મીઠી તારી વાણુ”—ગ૦ ૬૦ સક્ઝાય ક-૧ આ દીપા નામની ચોથી ચગદષ્ટિ છે. એટલે આગળ કહેલા અનુક્રમે યોગનું ચોથું અંગ-પ્રાણાયામ અહી હોય છે, ઉત્થાન નામના ચેથા આશયદેષને પરિત્યાગ થાય છે, અને શ્રવણ નામને ચોથે ગુણ પ્રગટે છે, પરંતુ દર્શન તે હજુ પણ સૂમ બંધ વિનાનું હોય છે, અને તેને દીપકના પ્રકાશની ઉપમા ઘટે છે. તે આ પ્રકારે –
વૃત્તિ-પ્રાણાયામવતી-પ્રાણાયામવંતી, પ્રાણાયામવાળી ચતુર્થી અંગના ભાવથી,-ભાવ રેચક આદિ ભાવથકી, તીકા-દીકા, ચેથી દૃષ્ટિ, શાળાથાનવતી-ચાગના ઉત્થાનવાળી નથી હોતી,-તથા પ્રકારના પ્રશાંતવાહિતાના લાભથી, શા-અત્યંત, સરાક્રવરં તરવશ્રવણથી સંયુક્ત -શશ્રષાના કુલ
શ્રવણુથી સંયુક્ત,-શુષાના ફલભાવથી. સૂાવિવર્જિતા-સૂક્ષ્મ બેધથી વિવજિત, સૂક્ષ્મ-નિપુણ બેધથી રહિત એવી,