Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમદષ્ટિ : દીપકભા સમ જ્ઞાન” દ્રવ્ય-ભાવ પ્રાણાયામ
દર્શન–આ દૃષ્ટિમાં દર્શન–બંધ સ્થૂલ પ્રકારનો હોય છે, સૂક્ષમ-નિપુણ હેતે નથી. જો કે આગલી ત્રણ દષ્ટિ કરતાં વધારે સ્થિતિવાળે ને વધારે સામર્થ્યવાળ હોઈ,
તેને દીપકને પ્રકાશની ઉપમા આપવામાં આવી છે, તે પણ સ્થિર આદિ દીપપ્રભા દષ્ટિની અપેક્ષાએ આ બેધનું હજુ શૂલપણું છે. કારણ કે દીપકને પ્રકાશ સમ જ્ઞાન તૃણ-ગમય-કાષ્ટના અગ્નિ કરતાં અનેકગણે બળવાન્ ને વધારે સ્થિતિવાળ
હોય છે, પણ રત્ન-તારા વગેરેની અપેક્ષાએ ઘણે અ૫વીર્ય ને મંદ છે; તેમ આ દીપ્રાદષ્ટિને બોધ-પ્રકાશ મિત્રા આદિ કરતાં વધારે બળવાન ને વધારે સ્થિતિવાળે હોય છે, પણ સ્થિર આદિ કરતાં મંદ ને અલ્પ સ્થિતિવાળા હોય છે. દીપકના સાનિધ્યમાં તેના પ્રકાશ-વર્તુલમાં આવતા પદાર્થોનું દિગદર્શન થાય છે, પણ તેની બહારમાં દૂરવતી સૂક્ષમ વ્યવહિત પદાર્થોનું દર્શન થતું નથી, તેમ ક્ષપશમરૂપ તેલના પ્રમાણમાં આ દષ્ટિમાં પદાર્થને સ્કૂલ બંધ થાય છે, પણ દૂર વર્તતા સૂક્ષ્મ અંતરિત પદાર્થનું દર્શન થતું નથી. દિ તેલ હોય ત્યાં સુધી પ્રકાશે છે, તેલ ખૂટી ગયે ઓલવાઈ જાય છે, તેમ આ દૃષ્ટિને બેધ તથારૂપ શોપશમ હોય ત્યાં સુધી પ્રકાશે છે, પછી પ્રકાશ નથી–ઓલવાઈ જાય છે. દીવ વાયરાના સપાટાથી ઓલવાય છે, અથવા અસ્થિર થાય છે, તેમ આ દૃષ્ટિને બોધ પણ તથા પ્રકારના બાહા નિમિત્તરૂપ વાયુના સપાટાથી ઓલવાઈ જવાને-પડી જવાનો ભય રહે. છે, અથવા અસ્થિર–ચંચલ થવાનો સંભવ રહે છે, ઈત્યાદિ અનેક પ્રકારે આ દષ્ટિના બંધને દીપકની ઉપમા બરાબર ઘટે છે. અત્રે “દષ્ટિ”ના અગાઉ કહેલા લક્ષણ પ્રમાણે સતશ્રદ્ધાસંગત બધ હોય છે, તેથી કરીને અસત્ પ્રવૃત્તિને વ્યાઘાત થતું જાય છે, ને સંતુપ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે.
– પ્રાણાયામ – બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ, મન”—શ્રી ૦ ૬૦ સજઝાય ક-૨
અત્રે મુખ્યપણે આધ્યાત્મિક ભાવપ્રાણાયામને નિર્દેશ છે. પણ પ્રાણાયામ નામને શ્વાસના ધનરૂપ જે બાહ્ય એ હઠગને પ્રકાર છે, તે અત્રે મુખ્યપણે પ્રસ્તુત નથી,
કારણ કે તે તે કાયકલેશરૂપ માત્ર હાઈ ચિત્તચંચલતાનું કારણ થવાને દ્રવ્ય પ્રાણાયામ સંભવ છે. આ બાહ્ય પ્રાણાયામના ત્રણ પ્રકાર છે: (૧) શ્વાસને બહાર
કાઢ. તે રેચક* પ્રાણાયામ છે. (૨) શ્વાસને અંદર પૂર, તે પૂરક પ્રાણાયામ છે. (૩) શ્વાસને કુંભમાં જલની જેમ નિશ્ચલપણે થંભી રાખવે, તે કુંભક પ્રાણાયામ છે. * " रेचकः स्याद्वहिर्वृत्तिरन्तिर्वृत्तिश्च पूरकः । कुंभकः स्तंभवृत्तिश्च प्राणायामनिधेत्ययम् ।। धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः। अन्यैरुक्तः कचिच्चैतद्युज्यते योग्यतानुगम॥"
(આધાર માટે જુએ) યશ૦ કૃત દ્વા૦ દ્વા