Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૧૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
પ્રગટવા પછી સ્વાભાવિક ક્રમે શુશ્રુષા એટલે શ્રવણુ કરવાની–સાંભળવાની ઇચ્છા ઉપજે છે. અને આ શ્રવણેચ્છા પણ તત્ત્વ સબધી જ હાય છે. વસ્તુ તત્ત્વ શું છે? હું કાણુ છું ? મ્હારૂ સ્વરૂપ શું છે? આ ખીજુ બધુંચ શું છે? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તેની સાથે મ્હારે શે। સ ંબંધ છે? આ જગત્ શું છે ? તેનું ચિત્ર-વિચિત્ર સ્વરૂપ કેમ છે ? ધર્મ શું છે? ધર્માંનું પારમાર્થિક સ્વરૂપ શુ છે ? તેની પ્રાપ્તિ કેમ થાય ? ઇત્યાદિ તત્ત્વ સંબધી અનેક પ્રશ્નોના ખુલાસા કરતી તત્ત્વવાર્તા સાંભળવાની આ દૃષ્ટિવાળા મુમુક્ષુ પુરુષને તીવ્ર ઉત્કંઠા ઉપજે છે, અંતરંગ ઇચ્છા પ્રગટે છે. આવી અંતરંગ ઉત્કટ ઇચ્છા વિનાનું કણેન્દ્રિયદ્વારા શ્રવણુ, તે નામ માત્ર શ્રવણ છે, એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાંખ્યા બરાબર છે! એમ તા આ જીવે અનંતવાર કથા-વાર્તા સાંભળી છે ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે ! તેપણુ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું' તત્ત્વજ્ઞાન થયું નથી ! કારણ કે તેણે અંતરાત્માથી,આંતર શ્રવણેન્દ્રિયથી ભાવ શ્રોત્રેન્દ્રિયથી શ્રવણ કર્યુ નથી, માત્ર દેખાવ પૂરતુ જ સાંભળ્યુ' છે.
“ કથા સુણી સુણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ”—શ્રી અખાભક્ત બ્રહ્મા વા અરે શ્રોતવ્યો મમ્તવ્યો. નિટ્રિબ્યાસિતો ।' શ્રી વેદશ્રુતિ
י,
C
“ કેટલીક વાર એક ભૂલ તા એ થાય છે કે તે · શ્રવણ ને અથ ગ્રહણ સાથેના તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. ‘શ્રવણ' એટલે સાંભળવુ' અને સાંભળવુ એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયુ' એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. x x x શબ્દને કર્ણીમાં લઈ તેની સાથે અગ્રહણ પણ કરી લેવું તેનું નામ ‘શ્રવણુ ', એમ શ્રવણુ શબ્દને વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસંમત અર્થ છે. ”
અને આ જે શ્રવણેચ્છા છે ખીજાના મેલ્યા કે ઉપદેશ્યા વિના
વિદ્વય શ્રી આન‘દશ કર બાપુભાઈ ધ્રુવ તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું સભવે નહિ; માટે શ્રવણુ અન્ય દ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સદ્ગુરુમુખે મુખે કરવાનું છે; અને તેના જોગ ન હેાય તે પૂર્ણાંકાલીન મહાત્માશ્રવણ એના સાસ્રમુખે શ્રણ કરવાનું છે, કારણ કે મહાયાગબલસપન્ન એવા તે તે મહાગુરુઓના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘ અક્ષર” સ્વરૂપે વ્યક્ત થઇ, તેમની કૃતિઓમાં પ્રગટપણે અક્ષરસ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરેક્ષ આત્મારામી સદ્ગુરુઓના વચનનું અવલખન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધારભૂત થઈ પડે છે. સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય કોટિના જે તે પ્રાકૃત જનને ગુરુ સ્થાપી–માની એસી તેના મુખે શ્રવણુ કરવા કરતાં, આવા પરોક્ષ સદ્ગુરુએના સથમુખે શ્રવણુ કરવું, તે અનેકગણું વધારે લાભદાયી છે, એમ વિદ્વાનાનુ' માનવું છે. તારૂપ ગુરુગુણુરહિત ગમે તેને ગુરુ કલ્પવા કરતાં, આમ કરવુ તે જ ચેાગ્ય છે.