Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બલાદષ્ટિઃ ઝાંઝવાનાં જલ, અવરાપૂર્વક સવ ગમનાદિ કલ્ય
(૨૧૭) ઉછળીને તે મૃગજળ જેવા વિષયગ્રામમાં મોટું નાંખે છે! પણ તે ઝાંઝવાના પાણીથી તેની તરસ છીપતી નથી, છતાં તે તેની પાછળ દોડ્યા જ કરે છે.
જેવી રીતે કોઢિયા માણસને પિતાના ગળેલા હાથ વડે અન્ન ખાવામાં સંકેચ થતું નથી, તેવી રીતે વિષયને જેને કંટાળો આવવા છતાં વિષયોનો જેને કંટાળો આવતે નથી અને કર્મફળ વિષે નિરિચ્છ થતો નથી. ગધેડે ગધેડીની પાછળ લાગતાં તે ગધેડી લાતે ઉછાળીને તેનું નાક ફેડી નાંખે છે, તોય તે તે તેની પાછળ નકટ થઈને ચાલ્યો જ જાય છે. તે પ્રમાણે જે વિષ માટે બળતા અગ્નિની જવાળામાં કૂદતાં પણ આગળ પાછળ જેતે નથી અને પિતાના વ્યસનને દૂષણ નહિ પણ ભૂષણ માને છે ! જેમ મૃગજળની લાલસાથી દડતાં દોડતાં મૃગની છાતી તૂટી જાય, તે પણ તેની ઉત્કંઠા ઓછી ન થતાં સ્વામી વધતી જ જાય છે! પરંતુ એ મૃગજળને તે મિથ્યા માનતું નથી ”
-શ્રી જ્ઞાનેશ્વરી ગીતા આમ આ તૃષ્ણાથી આ જીવ અત્યંત અત્યંત વ્યાકુલ થઈ રહ્યો હતો. જેમ જેમ તે તૃષ્ણાને તૃપ્ત કરવા પ્રયાસ કરતું હતું, તેમ તેમ તે તૃષ્ણ બળવત્તર બનતી જતી હતી.
અગ્નિમાં ઇંધન નાંખતાં તે જેમ પ્રજ્વલતે જાય, તેમ વિષયરૂપ આહુવિષયથીતૃષ્ણ- તિથી આ તૃષ્ણા અગ્નિ ઉલટો પ્રજવલિત થઈ જીવને પરિતાપ પમાડયા વૃદ્ધિ કરતે હતે. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તેમ ગમે
તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃષ્ણસમુદ્રને ખાડે પૂરાતે હોતે. સાગર જેટલા દેવકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભેગવ્યા, છતાં જે તૃષ્ણ સમાઈ નહિં, તે ગાગર જેટલા મનુષ્યના તુચ્છ ભોગેથી શી રીતે શમાવાની હતી? પણ ગઈ તે ગઈ! હવે તે આ મુમુક્ષુ જીવ જાગે છે, ને તેને વૈરાગ્યને દૃઢ રંગ લાગ્યો છે. એટલે તે તેવા અસત્ તૃષ્ણરૂપ મૃગજળ પાછળ દોડતું નથી, ને નકામે દુઃખી થતું નથી. તેને આત્મા પૂર્વે જે પર-રસીઓ થઈ, પર તૃષ્ણાથી તૃપ્ત થતું હતું, તે હવે સ્વ-રસીઓ બની સ્વાત્મામાં સંતોષથી તૃપ્ત થાય છે, બુદ્ધિના-સુમતિના સેવનથી સમતારસ અનુભવે છે. તે હવે તે ફરીથી દુઃખી થવા માટે વિષયરૂપ મૃગજળ પાછળ દોડે જ કેમ? તે કેલું અન્ન ફરી ખવિા ઈચ્છે જ નહિં; જીવવા માટે વિષપાન કરે જ નહિં.
અને આમ અસતતૃષ્ણાને અભાવ થતાં આ મુમુક્ષુ જોગીજનને આત્મસંતેષને અનુભવ થાય છે. એટલે પછી આ મુમુક્ષુ પુરુષ ગમે તે સ્થળે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે વાતાવરણમાં, ગમે તે સંગમાં હોય, તો પણ તેને સર્વત્ર સુખઆસનની સ્થિરતા વર્તે છે. કારણ કે ગીપુરુષ તે તે પરિસ્થિતિને અનુકૂળ થઈ, પ્રાપ્ત સંગેમાં સંતુષ્ટ બની, સુખે જ રહે છે, આરામથી–લહેરથી-સુખચેનથી મેજમાં જ રહે છે, સદા મસ્તરાજ બનીને જ રહે છે. તેના મનની બધી દોડાદોડ અત્ર બંધ થઈ જાય છે, અને