Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૨૦)
ગણિસમુચ્ચય “તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહીએ રે–શ્રી આનંદઘનજી પરમ ગુણ સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે.” દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ સુપસાય; જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રે...
જિદા! તેરા નામથી મન ભીનો.”—શ્રી દેવચંદ્રજી પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”—શ્રી યશોવિજયજી
તે પ્રતિક્રમણ કરતે હોય, તે પૂર્ણ ભાવથી એકાગ્રચિત્તે કરે છે. પ્રમાદના વિશે કરી પોતાના સ્વરૂપથી શ્રુત થઈ, પરભાવમાં ગમનરૂપ જે કાંઈ પોતાના દોષ થયા હોય, તેનો તે પશ્ચાત્તાપ કરે છે, અને તે દોષ કરીને ન થાય એવી ભાવનાપવક સાચા અંતઃકરણથી ક્ષમા માગે છે, ‘ર્નિવામિ રિહાન વાળ વાઈસરમ” કરે છે, આત્માને નિર્જે છે, ગર્યું છે ને સરાવે છે–દોષથી મુક્ત કરે છે અને દોષ જે ન થયો હોય તે પણ આ પ્રતિકમણ ત્રીજા ઔષધ જેવું હોવાથી તેને આત્મધર્મની પુષ્ટિરૂપ ગુણ જ કરે છે. કારણ કે ઔષધ ત્રણ પ્રકારના છે:-(૧) એક રોગ હોય તે દૂર કરે, ન હોય તે ઉભે કરે, (૨) બીજુ રોગ હોય તે દૂર કરે, ન હોય તે ગુણ કે દોષ ન કરે, (૩) ત્રીજુ રોગ હોય તે દૂર કરે, ન હોય તે રસાયનપણે પરિણમે. આમ આ પ્રતિકમણ ત્રીજા ઔષધ જેવું હોવાથી તેને લાભકારી જ થાય છે.
અને આ પ્રતિક્રમણ ક્રિયામાં પણ જે છ આવશ્યક સમાઈ જાય છે, તેમાં પણ તે સાવધાનપણું રાખે છે. સામાયિકની પ્રતિજ્ઞા લઈ તે સમભાવમાં સ્થિતિ કરે છે, પ્રત્યાખ્યાન કરતી વેળાએ પરભાવને પચ્ચખે છે–ત્યાગે છે; સ્વાધ્યાય કરતાં તે આત્મભાવમાં વતે છે; ચતુર્વિશતિ સ્તવ કરતાં પ્રભુને સહજાન્મસ્વરૂપ ભાવ મરી, તેમના ગુણમાં ચિત્તનું અનુસંધાન કરે છે; સદગુરુવંદન કરતાં તેમનું પરમ અદ્દભુત આત્મારામીપણું ચિંતવી, તેમના પરમ ઉપકારનું અનુસ્મરણ કરે છે; કાર્યોત્સર્ગ કરતી વેળાએ જાણે દેહમાં વતત ન હોય, એવી દેહાતીત શુદ્ધ આત્મદશા અનુભવે છે; આલોચના કરતાં તે પોતાના દેષ નિષ્કપટપણે નિદભપણે પ્રકાશે છે; ક્ષમાપના વેળાએ સર્વ જીવની સાચા ભાવથી ક્ષમા ઈચ્છી, તે સકલ જગજજતુ સાથે મૈત્રી ભાવે છે. જેમકે –
" खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे।। બિત્તિને શ્વમૂહુ, જે મક્યું ન !”—શ્રી પ્રતિક્રમણ સૂત્ર,