Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બહાદષ્ટિગ રનનું જતન
(૨૨૧) આમ પ્રત્યેક ક્રિયા તે સાવધાનપણે કરે છે, કારણ કે દષ્ટિ આદિમાં અપાય-હાનિ આવવા દેતું નથી, ખામી-ઊણપ સર્વ દૂર કરી દે છે, તેમ જ આ દષ્ટિમાં હોવા ગ્ય ગુણની તે બરાબર સાધના કરે છે, એટલે તે તે સતક્રિયાઓ તે કઈ પણ જાતની ખેતી ઉતાવળ વિના અત્યંત સ્વસ્થતાથી, એકાગ્ર ચિત્તે, શુદ્ધ પ્રણિધાનથી કરે છે, અને પરમ આનંદમય શાંતિનો અનુભવ કરે છે.
“શાંતિ સ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે...શાંતિ જિન” સત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવલલના સાવધાન મનસા કરી રે, ધારે જિનપદ સેવ.લલના”—શ્રીઆનંદઘનજી
ઉપરમાં આ દષ્ટિ આદિને આ મુમુક્ષુ પુરુષ અપાય-હાનિ આવવા દેતું નથી એમ કહ્યું, તે આ પ્રકારે – અત્યાર સુધીની ભૂમિકાએ પહોંચતાં સુધીમાં આ ગી પુરુષે જેટલી
યેગસાધના કરી છે, તેમાં તે કઈ જાતની ખેડ-ખાંપણ-ઊણપ આવવા પ્રાપ્ત વેગનું રત્ન દેતું નથી, અને તેને કોઈ નુકશાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે જેમ જતન છે. જેમ કેઈ મહામૂલ્યવાળું રત્ન મળ્યું હોય, તો તેને જીવની જેમ
જાળવી રાખે, તેમ આ જોગીજન પિતાને પ્રાપ્ત થયેલ અમૂલ્ય દષ્ટિરૂપસબોધરૂપ ચિંતામણિરત્નને પ્રાણાધિકપણે જાળવી રાખે છે, તેને હાનિ-નુકશાન પહોંચવા દેતા નથી. જેમ, મૂલ્યવાન રત્નને કાંઈ ડાઘ ન લાગે એવી કાળજી રાખે છે, ને તેને મજબૂત કબાટ કે તેજુરીમાં સંઘરી રાખે છે તેમ આ મુમુક્ષુ પુરુષ બોધિરત્નને બાધારૂપ ડાઘ ન લાગે તેની ખાસ કાળજી રાખે છે, અને બધ-રત્નને પોતાના દઢ ચિત્તરૂપ કબાટમાં–તેજુરીમાં સાચવીને સંઘરી રાખે છે. એટલે મિત્રા દૃષ્ટિમાં તેમ જ તારા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગ–ગુણ સમૂહ તે સાચવી રાખે છે, એટલું જ નહિં પણ આ દષ્ટિમાં પ્રાપ્ત થઈ રહેલા ગુણરત્નનું પણ ખૂબ જતન કરે છે.
કારણ કે-(૧) તે મિત્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલ બીજેને જલસિંચન કરે છે, તેને અંકરા ઉગાડે છે, એટલે કે તે પ્રભુભક્તિમાં વિશેષ દઢ બને છે, સશુરુ સેવામાં સદા તત્પર રહે છે, સતશાસ્ત્રની અધિક આરાધના કરે છે, વૈરાગ્યતરંગિણીમાં વિશેષ નિમજજન કરતે જાય છે; દાનાદિ અભિગ્રહનું પાલન વિશેષપણે આદરે છે, અને આ ગબીજ કથા પ્રત્યે સ્થિર માન્યપણું તથા ઉપાદેય ભાવ રાખે છે; ચગાવંચક, યિાવંચક ને ફેલાવંચક એ અવંચક ત્રિપુટીને બળવત્તર બનાવે છે; ભાવમલની એર ને એર ક્ષીણતા કરી, તથાભવ્યતા-ગ્યતાને વધારે પરિપાક કરે છે અને આમ મિથ્યાત્વ અંશની બાદબાકી કરતે જઈ, સમ્યકત્વની વધારે ને વધારે નિકટમાં આવતું જાય છે. વળી તે અહિંસા વગેરે પાંચ યમનુંવ્રતનું દઢ પાલન કરે છે, ધર્મકાર્યમાં ખેદ પામતે નથી, કે દ્વેષ ધરતે નથી. (૨) અને