Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨૩૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
પણ મૂઢ આગ્રહી જીવા જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેના લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહેામાં, તુચ્છ મતભેદોમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,-તેમાં જ ઇતિકર્ત્તવ્યતા માને છે; તેમ આ મહાનુભાવ વિશાલષ્ટિવાળા ચેગીપુરુષ માનતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષાએ બાહ્ય-અભ્ય તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઇ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવને ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિ, પણ તેમાં પણુ જો જીવ મમત્વભાવ રાખે, ઇચ્છારૂપ પ્રતિખંધ કરે, મૂર્છા ધરાવે, તેા તે ઉપકરણેા ઉલટા અપકરણારૂપ થઇ પડે છે ! અધિકરણા થઇ પડે છે! સાધન તે અધન બને છે! જેમકે
મૂર્છાથી અપકરણ
મંદિર, ઉપાશ્રય આદિ ઘણા જીવાને ભક્તિ-સ્વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જો ચડસાચડસી, હાંસાંતેાંસી કરવામાં આવે, મારા-તારાપણું કરવામાં આવે, નીરાગી નિઃસ`ગી વીતરાગ પ્રભુ અંગે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કેટે ચઢવા જેવા મેટા ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તેા ઇષ્ટ ઉદ્દેશ માર્યાં જાય છે; સાધન તે બધન થઇ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિધપણે વિચરતા ફરતારામ મુનિના કામચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણાને અપાસરા ને આ બીજાને અપાસો એમ જો મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે ! ગચ્છ-ગણુ આફ્રિ પણ મૂળ તે વ્યવસ્થા ( organisation) અને સહકાર ( Co-ordination) ખાતર કરવામાં આવે છે, પણ તે પણ જો મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહેાનું નિવાસધામ અને, કલેશ–ઝઘડાનું રણાંગણુ અની જાય, કે વાડારૂપ સ’કુચિતતાનું પ્રદર્શીન ખને, તે તે પણ અધનરૂપ થઈ પડે છે! આત્માને વિધાતરૂપ
થઈ પડે છે !
સાધન તે
બધન!
“ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉત્તરભરણાદિ નિજ કામ કરતાં થકા; મેહ નડિઆ કલિકાલ રાજે....ધાર.”–શ્રી આન’દઘનજી
શાસ્ત્ર તેા કેવળ આત્માથે પઠન-પાન માટે ને સાનિક ઉપયાગ માટે કહ્યા છે. તેને બદલે કોઇ પેાતાનેા માલીકી હક્ક કરી કજૂસની જેમ તેના સંગ્રહ-સ ́ચય કરે, ને તેમાં પોતાનું મમત્વ સ્થાપે તે અપકરણુરૂપ થઇ પડે છે. અથવા હું કેવા પડિત છું, હું કેવુ' સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કેવા વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાર્થે ઉપયાગ કરવામાં આવે, તે તે જીવને પ્રતિષધરૂપ થઇ પડે છે. અથવા શાસ્ત્રને ગ્રહરૂપ ખંડન–મડનાથે કે ખાટા વાદવિવાદ માટે ઉપયાગ કરવામાં આવે તે તે પણ