Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બલાદષ્ટિ : ઉપકરણમાં અપ્રતિબંધ, સાધન તે બંધન !
(૨૨૯)
અને આ દૃષ્ટિમાં જ અમ્યુચ્ચય કહે છે –
परिष्कारगतः प्रायो विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥५६॥ ઉપકરણ વિષયમાં વળી, પ્રાયે નેય વિઘાત,
પાપતણા પરિહારથી, મહદ અવિઘાત. ૫૬. અર્થ –ઉપકરણ વિષયમાં વિઘાત પણ પ્રાયે અત્રે હોતું નથી અને સાવદ્ય પરિહારથી એટલે કે પાપકર્મના પરિત્યાગથકી મહોદયવાળો અવિઘાત હોય છે.
વિવેચન અહીં બીજે જે ગુણસમૂહ હોય છે, તે અત્રે સમુચ્ચયરૂપે ( Generalisation) કહ્યો છેઃ-(૧) અહીં ઉપકરણ સંબંધી પ્રાયે વિઘાત – ઈચ્છા પ્રતિબંધ ઉપજતો નથી, (૨) અને પાપકર્મના પરિહારથી મહેદયવાળા અભ્યદય-નિઃશ્રેયસહેતુ એ અવિઘાત-અપ્રતિબંધ હોય છે. તે આ પ્રકારે
આ દૃષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીને ઉપકરણ બાબતમાં પ્રાયે કોઈ પણ જાતને વિઘાત-ઈચ્છા પ્રતિબંધ ઉપજતું નથી. ઉપકરણ એટલે ધર્મસિદ્ધિમાં ઉપકાર કરે એવા ઉપસાધન.
તેવા ઉપકરણ સંબંધી ઈચ્છાના પ્રતિબંધ કરી–આગ્રહ કરી આ મહાનુભાવ ઉપકરણમાં વિવાત પામતે નથી, વિન પામી અટકી જતો નથી. કારણ કે ઉપકરણ અપ્રતિબંધ એ તે સાધન માત્ર છે, સાધ્ય નથી, એમ તે જાણે છે. એટલે તે સાધનમાં
જ સર્વસ્વ માની બેસી રહેતો નથી, સાધનના જ કુંડાળામાં રમ્યા કરતે નથી, પણ તે દ્વારા જે આત્મસિદ્ધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તે ભણી જ પોતાનો સતત લક્ષ રાખે છે, સદાય સાધ્યરુચિ રહી તે સાધન કરે છે. એટલે ઉપકરણ સંબંધી મિથ્યા આગ્રહ ટંટા, સાધન ધર્મના ઝગડા એને આપોઆપ નિવર્સી જાય છે. સાધનમાંઉપકરણમાં તે મૂચ્છ પામતા નથી, કારણ કે શુદ્ધ સાધ્યરુચિપણે સાધન સેવવાં એ તેણે જિનવચન પ્રસંગથી જાણ્યું છે,
પંચ મહાવ્રત ધાન્ય તણુ, કર્ષણ વધ્યા રે; સાધ્યભાવ નિજ થાપી, સાઘનતાએ સધ્યા રે...શ્રી નમિ.”
“સાધ્યરસી સાધકપણે, અભિસંધિ રખે નિજ લક્ષ છે.” -શ્રીદેવચંદ્રજી વૃત્તિ-રિદારજાત –પરિષ્કાર સંબંધી, ઉપકરણ સંબંધી, એમ અર્થ છે, કાચો-પ્રાયે, ઘણું કરીને, બાહુલથી, વિઘાડવ-વિવાત પણ, ઈચ્છા પ્રતિબંધ પણ, ન વિચરે-નથી હોત, અહ્યાં–આ દૃષ્ટિ હેતે સતે, વિઘાર-અને અવિઘાત હોય છે. કેવા પ્રકાર હોય છે? તે માટે કહ્યું કે–સાવ પરિણાદાત્ત-સાવધના પરિહારથકી, પ્રતિષિદ્ધના પરિહારથી–ત્યાગથી, જાય –મહોદયવાળા, અભ્યદય–નિઃશ્રેયસને હેતુ એ, એમ અર્થ છે.