Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બલાદષ્ટિ : શુષા-શ્રવણેચ્છાના દાખલા
(૨૨૩) કેઈ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે અને સુખસમુદ્રમાં નિમજજન કરી રહેલા આવા તરુણને એ ઈચ્છાતરંગ ઉત્પન્ન થાય કે-આપણે તે હવે દિવ્ય સંગીત સાંભળવું છે. કોઈ કોકિલકંઠી કિન્નર પિતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારું ? ગાંધર્વોના મધુર આલાપવાળા સંગીતને જોગ બની આવે તો કેવું સારૂં? વીણ, વેણ વગેરે વાદ્યોના રણકારથી ગુંજતું અને દિવ્યાંગનાઓના નૃત્ય ઠણકારથી રુચતું, એવું દિવ્ય સંગીત સાંભળવાનું સૌભાગ્ય જે મને પ્રાપ્ત થાય તે કેવું સારૂં ? આમ તે રંગમાં આવી જઈને ઈચ્છે છે. ત્યાં દેવાનુયેગે જે કઈ કિન્નર કે ગાંધર્વ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાખે એવું દિવ્ય સંગીત છેડે, દિવ્ય સંગીતની રમઝટ બોલાવે, તે તે તરુણ પુરુષ તે દિવ્ય સંગીત કેટલા ઉલ્લાસથી સાંભળવા ઇછે? જાણે ચિત્રમાં આલેખાયેલે હેય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનું કર્ણપુટથી પાન કરે ? જાણે થીજી ગયેલું પૂતળું હોય એમ કેવી એકતાનતાથી તે શ્રવણ કરવાની હોંસ ધરાવે ?
તેમ આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી પુરુષ તવ શ્રવણ કરવા માટે તેવી તીવ્ર ઈચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉલ્લાસથી તે ભોગી દિવ્ય સંગીતનું શ્રવણ ઈચ્છે
છે, તેવા બલકે તેથી વધારે ઉલ્લાસથી આ ભેગી દિવ્ય તત્ત્વ અમૃતનું શ્રવણે છાના શ્રવણેદ્રિયદ્વારા પાન કરવા ઈચ્છે છે. તે તરુણ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર દાખલા થઈને સાંભળવા ચાહે છે, તેમ શ્રવણપિપાસુ જોગીજન સ્થિર તન્મયપણે
તત્ત્વવાર્તા સાંભળવાની સહજ ઈચ્છાઉલટ ધરાવે છે. અને તે સહજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાદુગાર દ્વારા સરી પડે છે. જેમકે
હે પરમ કૃપાળું સદ્ગુરુ દેવ ! જીવ તે દૃષ્ટિમાં આવતો નથી. તેનું કોઈ રૂપ જણાતું નથી. બીજે પણ કંઈ અનુભવ થતો નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિં. એટલે મોક્ષને ઉપાય મિથ્યા છે. આ હારી અંતર્ શંકાને આપ સદુપાય સમજાવે.
હે ભગવાન ! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે? આપે તે કેવું જાણ્યેઅનુભવ્યું છે ? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઈચ્છું છું, કારણ કે નિર્મલ આત્મતત્ત્વ જાણ્યા વિના હારૂં ચિત્ત કઈ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મહારી મતિ મુંઝાઈ ગઈ છે. માટે સમાધાન કરવા આપ જ સમર્થ છે, કૃપા કરે! હે પરમ પ્રભુ ! આપને પરમ ધર્મ હું શી રીતે જાણું? સ્વસમય શું? અને પરસમય શું? તે આપના શ્રીમુખે શ્રવણ કરવા હું ઈચ્છું છું. હે મહિમાવંત! મહંત ! તે સમજાવવા કૃપા કરે!
હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? તે કર્મ શું છે? તે અધ્યાત્મ શું છે? તે અધિભૂત શું