Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બહાદષ્ટિ : દુરારાધ્ય મનમક, તવશુશ્રુષા
(૨૧૩) જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહાર શાળે.હો કુંથુરા મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે...હો કુંથુ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિં ટી;
એમ કહે તે નવિ માનું, એ કહી વાત છે મેટી...હો કુંથુ”-શ્રી આનંદઘનજી
એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મહારે શી રીતે ઠેકાણે આણવું? કારણ કે પાણીમાં પથરે પડતાં પાણી જેમ ડોળાઈ જાય છે, તેમ આ
( હારૂં દુષ્ટ મન પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપને પથરે પડતાં ડોળાઈ મનમર્કટને કેમ જાય છે. “આ ચંચલ મન તે મથન કરનારૂં ને અત્યંત બળવાન છે. ઠેકાણે આણવું? વાયુની જેમ તેને નિગ્રહ કર ઘણું કઠિન છે.' માટે હવે હારે
કેમ કરવું? વૈરાગ્ય ને અભ્યાસને ઉગ્ર પ્રયાસ નહિં કરવામાં આવે તો આ મન કદી વશમાં આવવાનું નથી, એ તે એના સ્વભાવ પ્રમાણે ચારે કોર ભટક્યા કરવાનું છે, માટે આ મનરૂપ વાંદરાને કયાંક બાંધી રાખું તે ઠીક ! અથવા એના જેવું કંઈ કામ સેંપી દઉં એટલે એ બિચારું ભલે ચઢ-ઉતર ર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનનો જય કર્યો છે, એવા પરમાત્મા પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ બાપડું આડુંઅવળું ચસી શકતું નથી ! અથવા તે એને શ્રુતસ્કંધમાં રમવા માટે છૂટું મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરોહણ-અવરોહણ કર્યા જ કરે ! ભલે આત્માર્થરૂપ ફળ ધરાઈ ધરાઈને ખાવા હોય તેટલા ખાય ! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે ! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય! ભલે વિશાલ મતિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે-કૂદ્યા કરે !
મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું આનંદઘન પ્રભુ હારૂં આણો , તે સાચું કરી જાણું. કુંથુ”-શ્રી આનંદઘનજી
૪. તત્ત્વ-શુશ્રુષા આ દષ્ટિમાં શુશ્રષા નામને ત્રીજો ગુણ પ્રગટે છે, કારણ કે બીજે જિજ્ઞાસા ગુણ
* “રંપરું હું મન: પ્રમાથિ વઢવા દઢમ્ |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहे। मनो दुर्निग्रहं चलम् ।
અચાન તુ શૌતેર વૈરાગ્યે જ મૃuતે ” –ગીતા * " अनेकान्तात्मार्थप्रसत्रफलभारातिविनते, वचःपर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं, श्रुतस्कंधे धीमान् रमयतु मनोमर्कटममुम् ।।"
-શ્રી ગુણભદ્રસ્વામીજીત શ્રી આત્માનુશાસન