Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બહાદષ્ટિ : અક્ષપ, મનડું કિહિ ન બને”
(૨૧૧) ગયા કરે તે ક્ષેપ. જેમ શાલિને ઉખેડી ઉખેડીને બીજે વાવવાથી તેનું ફળ હેતું નથી, તેમ ઉખડી ઉખડીને અન્યત્ર દોડતા-ઝવાં નાંખતા ચિત્તથી થતી ક્રિયાનું શુદ્ધ ફળ હોતું નથી. (જુઓ પૃ. ૮૫).
આવી ચિત્તની ડામાડોળ અવસ્થા તે ક્ષેપ છે. આ ક્ષેપ દોષને અહીં ત્યાગ થતાં અક્ષેપ હોય છે. આ વિક્ષેપ વિનાનું એવું * અવિક્ષિપ્ત મન તે જ આત્માનું તત્ત્વ છે, વિક્ષિપ્ત મન તે આત્માની બ્રાંતિ છે. એમ જાણીને આ દષ્ટિવાળ યોગી પુરુષ જેમ બને તેમ મનને અવિક્ષેપ રાખે છે, વિક્ષેપ પામવા દેતું નથી. તે પ્રતિક્રમણ કરતે હોય કે સામાયિક કરતે હોય, તે પ્રભુભક્તિ કરતો હોય કે સદ્દગુરુવંદન કરતે હોય, પણ તેનું મન બીજે આડુંઅવળું જતું નથી, ડામાડોળ થઈ પર વસ્તુમાં ગમન કરતું નથી. સામાયિક કરતાં ઢંઢવાડે ગયેલા શેઠની જેવું તે નથી કરતે –
એક ગૃહસ્થ હતા. તે સામાયિકમાં બેઠેલા. દરમ્યાન વિચારચક્રે ચડી જઈ, ચામડાના વેપારી અમુક ચમારને ત્યાં જવું છે ને એની સાથે આમ આમ વાત કરવી છે એવી તે મનમાં ઘડભાંજ કરવા લાગ્યા ! ને તેમ બડબડવા પણ માંડ્યા ! તે છોકરાની વિચક્ષણ વહુએ સાંભળ્યું. તેવામાં કેઈ આવ્યું ને પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ? વહુએ પાધરે જવાબ આપ્યો-ઘરમાં નથી, ઢેઢવાડે ગયા છે ! પછી સામાયિક પૂરી થયે, શેઠે વહુને પૂછયું-હું તે ઘરમાં હતું, છતાં તું બેટું કેમ બેલી ? ડાહી વહુએ જવાબ આપેસસરાજી! આપનું શરીર ઘરમાં હતું ને સામાયિકમાં બેઠું હતું, પણ આપનું મન શું ઢેડવાડે હેતું ગયું? તે સાંભળી શેઠને પોતાની ભૂલનું ભાન આવ્યું ને પિતાના ચિત્તની ચંચલતા માટે પશ્ચાત્તાપ થયો.
આ મુમુક્ષુ પુરુષ જેમ બને તેમ પરભાવમાંથી મનને પાછું વાળે છે, કારણ કે તેને અવિદ્યાભ્યાસના સંસ્કાર દૂર થઈ રહ્યા છે, ને જ્ઞાનસંસ્કાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે રાગ-દ્વેષ–મેહાદિ ભાવે તેને ઝાઝો ફેભ પમાડી શકતા નથી, તીવ્ર કષાયે તેની ચિત્તભૂમિને ખૂંદી નાંખી ખળભળાટ મચાવતા નથી; વિષયેનું આકર્ષણ તેના મનને ડામાડેળ કરતું નથી માન-અપમાન, સુખ-દુ:ખ, હર્ષ-શેક વગેરે દ્વન્દ્રો તેના ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી, અર્થકથા, કામકથા કે કઈ પણ પ્રકારની વિકથા તેના ચિત્તને આકર્ષતી નથી.
*" अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः ।
धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ।। अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નામના ા ચહ્ય વેતનઃ ” શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક